અનિલ કુંબલે ફરી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ

535

દુબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેને શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ક્રિકેટ સમિતિના અધ્યક્ષના રૂપમાં ફરી નિયુક્ત કરવામાં આવ્યો છે. તે ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેશે. મહત્વનું છે કે કુંબલે આ પહેલા પણ આઈસીસી ક્રિકેટ સમિતિનો અધ્યક્ષ રહી ચુક્યો છે. ૨૦૧૨માં કુંબલેને આઈસીસી ક્રિકેટ સમિતિનો સભ્ય બનાવવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૧૩માં તેને અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યો હતો. વર્ષ  ૨૦૦૮માં ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ જમ્બોના નામથી જાણીતા કુંબલેએ ઘણા મેનેજમેન્ટના પદો પર કામ કર્યું છે. આઈસીસી ક્રિકેટ સમિતિના સભ્ય અને અધ્યક્ષ બન્યા બાદ વર્ષ ૨૦૧૬માં ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બન્યો હતો. અનિલ કુંબલેએ જૂન ૨૦૧૬માં રવિ શાસ્ત્રી અને ટોમ મૂડી જેવા દિગ્ગજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો હતો. તેની પસંદગી સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિએ કરી હતી. પરંતુ તે ટીમ ઈન્ડિયાના કોચ પદ પર વધુ સમય ન રહ્યાં. તેમણે જૂન ૨૦૧૭માં આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

Previous articleસામે છેડે માહી ભાઇ ઊભેલા હોય તો વધુ વિચારવાની જરૂર નથીઃ કેદાર જાધવ
Next articleહેમિલ્ટન ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને ઇનિંગ અને ૫૨ રનથી પરાજીત કર્યુ