જેમ્સ એન્ડરસન ઇજાના લીધે લોડ્‌ર્સ ખાતેની બીજી ટેસ્ટમાંથી બહાર

452

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઇજાના લીધે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લોડ્‌ર્સ ખાતેની બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ૩૭ વર્ષીય એન્ડરસને પહેલી ટેસ્ટમાં એજબેસ્ટન ખાતે માત્ર ૪ ઓવર નાખી હતી. તે પછી જમણા કાફમાં ટાઈટનેસના લીધે તે ગ્રાઉન્ડની બહાર જતો રહ્યો હતો. તે પછી તેણે મેચમાં બોલિંગ કરી ન હતી. બે એમઆરઆઈ સ્કેન કરાવ્યા પછી ખબર પડી છે કે જે કાફની ઇજા તેને જુલાઈ મહિનામાં કાઉન્ટી દરમિયાન થઇ હતી તે ફરી તેને ક્રિકેટથી દૂર રાખશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ૧૪ ઓગસ્ટના રોજ લોડ્‌ર્સ ખાતે બીજી ટેસ્ટ રમશે.

એન્ડરસનની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હંફાવ્યું હતું. સ્ટીવ સ્મિથે બંને દાવમાં સદી મારી હતી અને કાંગારુંએ ૨૫૧ રને મેચ જીતી સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. એન્ડરસન બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ રન દોડ્યો ન હતો. એન્ડરસનની ગેરહાજરીમાં જોફરા આર્ચર તેની જગ્યાએ રમી શકે છે. તે વર્લ્ડકપ ફાઇનલ પછી ઇજાના લીધે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમ્યો નથી, તેવામાં ઇંગ્લેન્ડ તેને તક આપે છે નહીં તે જોવાનું રહેશે. આર્ચર ફિટનેસ પુરવાર કરવા માટે ૬થી ૮ ઓગસ્ટ દરમિયાન સસેક્સ માટે રમી શકે છે.

Previous articleકલમ ૩૭૦ હટતા આફ્રિદી ભડક્યો, ગૌતમ ગંભીર બોલ્યો : ‘બેટા બધું બરાબર થઇ જશે’
Next articleન્યૂઝીલેન્ડનાં પૂર્વ કેપ્ટન મૈક્કુલમ ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેશે