શ્રધ્ધા કપૂરને જન્મદિવસની ગિફ્ટ મળીઃ ફિલ્મ સાહોનો બીજો મેકિંગ લૂક રિવીલ કરાયો

1016

આજે બોલિવુડની આશિકી ગર્લ શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ છે. પોતાના જન્મદિવસ પર શ્રદ્ધાએ ફેન્સને મોટી ગીફ્ટ આપી છે. ટૂંક સમયમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો રિલીઝ થવાની છે. ફિલ્મની પ્રોડક્શનની કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ વચ્ચે આજે શ્રદ્ધાએ પોતાના જન્મ દિવસ પર સાહોની વધુ એક ઝલક બતાવી હતી. આ પહેલા પ્રભાસના જન્મદિવસ પર પ્રભાસનો લુક અને ફિલ્મની એક્શન સિકવન્સ દર્શાવવામાં આવી હતી. ત્યારે હવે શ્રદ્ધાના જન્મદિવસ પર સાહોનો બીજો મેકિંગ લુક રિવીલ કરવામાં આવ્યો છે. જેના ટ્રેલરને હજુ થોડી વાર છે પણ ફિલ્મની આ મેકિંગ સિકવન્સ પણ ટ્રેલરથી કમ નથી દેખાઈ રહી.

વીડિયોમાં શ્રદ્ધા દબંગ લૂકમાં નજર આવી રહી છે. નવા વીડિયોમાં પ્રભાસ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. ૦૧ઃ૦૨ સેકન્ડના વીડિયોમાં પ્રભાસ સાથે શ્રદ્ધા બંદુક ચલાવતી જોવા મળવાની છે. શ્રદ્ધાએ બાઘીમાં પણ આવો ફિયરલેસ રોલ પ્લે કર્યો હતો હવે સાહોમાં પણ તે એક્શનપેક રોલ કરતી જોવા મળશે.

જણાવી દઈએ કે ફિલ્મને સુજીત ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય જેકી શ્રોફ અને વિલનના રોલમાં નીલ નીતિન મુકેશ પણ છે. ફિલ્મમાં થોડો સાય ફાય ટચ પણ આપવામાં આવ્યો છે. જે હવેની સાઉથની મોટાભાગની ફિલ્મોમાં નજર ચડે છે.

Previous articleહવે હું એકલી નથી,મારા જીવનમાં કોઇ ખાસ છેઃ કંગના રનૌત
Next articleશામળાજીની પાસે ૧૨ કિલો ચરસની સાથે બેની અટકાયત