સચિન તેંડુલકર અને કપિલ દેવની હરોળમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા

687

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના બીજા વનડે મેચમાં એક ખાસ મુકામ હાસિલ  કર્યો છે. જામથાના વીસીએ સ્ટેડિયમમાં ૧૦ રન બનાવતા જાડેજા ભારતીય ઓલરાઉન્ડરોના એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.

જાડેજાએ ૫૦ ઓવરના ફોર્મેટમાં ૨૦૦૦ રન અને ૧૫૦થી વધુ વિકેટ હાસિલ કરનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તે દિગ્ગજ સચિન તેંડુલકર અને કપિલ દેવની યાદીમાં સામેલ થઈ ગયો છે.

ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા સચિન તેંડુલકરના નામે ૪૬૩ વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૮૪૨૬ રન અને ૧૫૩ વિકેટ નોંધાયેલી છે. તો ૧૯૮૩ વિશ્વ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવના નામે ૫૦ ઓવરના ફોર્મેટમાં ૩૭૮૩ રન અને ૨૫૩ વિકેટ છે. પોતાના કરિયરમાં ૧૪૯મો વનડે રમી રહેલા જાડેજાએ અત્યાર સુધી ૧૭૧ વિકેટ ઝડપી છે.

જાડેજાએ નાગપુર વનડેમાં ૧૦ રન પૂરા કર્યા અને આ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો. તેણે આ મેચમાં ૪૦ બોલમાં ૨૧ રન બનાવ્યા અને કેપ્ટન વિરાટ કોહલી (૧૧૬)ની સાથે સાતમી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરી હતી. તે સિરીઝના પ્રથમ વનડેમાં પણ ટીમમાં હતો પરંતુ તેને કોઈ સમફળતા ન મળી અને બેટિંગમાં પણ તક ન મળી હતી.

Previous articleભારત બહાર વર્લ્ડ કપ રમાડવા આઈસીસી સ્વતંત્ર : બીસીસીઆઈ
Next articleતલાલાના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે ૨ વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારી છે