સાવરકુંડલા બારોટ સમાજ આયોજીત સમાજવાડીનું ૭પ ટકા કામ પુર્ણાના આરે

635

સાવરકુંડલા બારોટ સમાજ આયોજીત ર૦ લાખના ખર્ચે સમાજવાડીનું ૭પ ટકા કામ પુર્ણતાના આરે પ્રમુખ નટુભાઈ સર્વ બારોટ સમાજને એક તાંતણે બાધવા સંત શિરોમણી પ્રવિણનાથ બાપુની સમુહલગ્ન કરવા ઘોષણા કરાઈ હતી.

વહીવંચા બારોટ સમાજ ગોળ વાડા તોડી માત્ર વહીવંચા બારોટ સમાજના બેનર ઉપર સાવકુંડલા બારોટ સમાજ દ્વારા આયોજીત ર૦ લાખના ખર્ચે સમાજ વાડીનું કામ  પુર્ણતાના આરે હાલના સાવરકુંડલા બારોટ સમાજ પ્રમુખ નટુભાઈ બારોટ તેમજ સાવરકુંડલાની બારોટ  સમાજની હોનહાર કમિટિના તમામ સભ્યો વડિલો એક રૂપ થઈ રાહત દિવસ જોયા વિના વહીવંચા બારોટ સમાજ વાડીનું કામ જોરશોરથી કરી રહ્યા છે અને સમસ્ત વહીવંચા બારોટ સમાજને એક તાંતણે બાંધવા બારોટ સમાજનું મજબુત સંગઠન કરવાના ભાગરૂપે જબરજસ્ત કાર્ય થઈ રહ્યું છે. અને વિશેષતાતો એ છે કે જેણે ભગવાન વસ્ત્રો ધારણ કર્યા તેવા સંત શિરોમણી પ્રવિણ નાથબાપુએ આ વાડીમાં સવા લાખનું દાન આપી દીધું છે તે બારોટ સમાજની એકતા માટે આ વાડીનું કામ શિવાય પ્રવિણનાથ બાપુની અધ્યક્ષસ્થાનમાં ટુંક સમયમાં સમુહ લગ્નોત્સવ કરવાની પણ જાહેરાત કરી છે. તો સર્વ વહીવંચા બારોટ સમાજમાં કોઈ ગોળ વાડાને બાદ કરી સર્વે વહીવંચા બારોટ સમાજ એક થાય તેવી સંત પ્રવિણનાથ બાપુએ ઘોષણા કરી છે.

Previous articleઅકબરી બોટના માછીમારનો જીવ બચાવતા મરીન કમાન્ડો
Next articleરાણપુરમાં ગીરનારી આશ્રમે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ