આરજેએચ હાઈસ્કુલના આચાર્યને શ્રેષ્ઠ શાળા એવોર્ડ દ્વારા સન્માનિત

398

આર.જે.એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના આચાર્ય ડો જી બી હેરમા ને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં.  કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપ્યા હતાં.  શાળાઓ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તે માટે પ્રોત્સાહક ઇનામ આપવાના સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. ૦૭/ ૦૪/૨૦૧૮ ના ઠરાવ અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ મા તૃતીય કમે પસંદગી થવા બદલ શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન શાળા તા.૦૫/૦૩/૧૯ જિ.બોટાદ ને આ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું સાથે પ્રોત્સાહક ઇનામ તરીકે ?/૨૦૦૦૦૦/- બે લાખ એનાયત કરવામાં આવ્યા હતા.

શેક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માથી આર.જે.એચ હાઈસ્કૂલ બોટાદ જીલ્લા ની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી હતી. જેમાં આજરોજ સંયુક્ત શિક્ષણ નિયામક કમિશ્નર શાળા ઓની કચેરી ગાંધીનગર ખાતે એચ.એન.ચાવડા તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બોટાદ જીલ્લા શિક્શણાધિકારી ધારાબેન પટેલ  આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ના વહીવટદાર વાઢેર સાહેબ શાળા ના આચાર્ય ડો જી બી હેરમાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..