પોલીસની સરાહનીય કામગીરી હોસ્ટેલથી નાશી ગયેલ વિદ્યાર્થીને પરિવારને સોપ્યો

578

બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો ૧૫ વર્ષિય યુવક અગમ્ય કારણોસર કોઇને જાણ કર્યા વગર હોસ્ટેલની દિવાલ કુદી નાશી છુટ્યો હતો જે બનાવથી હોસ્ટેલ પરિરસમાં ચકચાર મચી જવા પામી હતી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલિસે એક જ દિવસમાં યુવકને શોધી પરિવારજનોને સોંપી દીધેલ હતો

બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલ સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતો શિવમ વસંતભાઈ મેરાઈ ઉ.વ.૧૫ રહે.જયનગર, મું.ભુજ તા.૦૩/૦૩/૨૦૧૯ ના રોજ સાંજના ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર હોસ્ટેલની દિવાલ કુદી હોસ્ટેલમાં કોઇને જાણ કર્યા વગર નાશી છુટ્યો હતો યુવકના નાશી જવાના બનાવથી હોસ્ટેલ પરિરસમાં ચક્ચાર મચી જવા પામી હતી જ્યારે હોસ્ટેલ સંચાલક દ્વારા આ બાબતે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી.બોટાદ ખાતેથી એક જ દિવસ યુવક મળી આવ્યો હતો અને પરિવારજનોને સોંપી દીધો હતો જેના કારણે પરિવારજનોએ પોલિસ પ્રત્યે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

બોટાદ જિલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાની પોલિસ કર્મીઓને મળેલ સુચના મુજબ શહેરી વિસ્તારમાં નાના બાળકો અથવા બાળકીઓ અજાણી જગ્યાએ એકલા બેઠાં હોય તો તેને ટપારી માતા-પિતા,વાલી અંગે પુછપરછ કરવાની સુચના અન્વયે બોટાદ પોલિસના જવાન દ્વારા તા.૪/૩/૨૦૧૯ ના રોજ બપોરના ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં હવેલી ચોક પાસે નાસ્તાની લારી પાસે બેઠેલ યુવાનને પુછતાછ કરતા સંતોષકારક જવાબ નહિ આપતા પોલિસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવેલ ત્યારબાદ સાચી હકિકત જાણવા મળેલ કે આ શિવમ વસંતભાઈ મેરાઈ સાળંગપુરની સ્વામિનારાયણ હોસ્ટેલમાંથી નાશી છુટયો છે ત્યારબાદ યુવાનને બરવાળા પોલિસ મથક ખાતે લાવવામા આવેલ અને આર.કે.પ્રજાપતિ (પી.એસ.આઇ.) દ્વારા જરુરી પુછપરછ પણ કરવામાં આવેલ જેમાં યુવક સાથે કોઇ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યુ નથી જે અગમ્ય કારણોસર હોસ્ટેલમાંથી નાશી છુટયો હતો જે યુવકને તેના માસી તથા માસા સુધિરભાઈ પ્રતાપભાઈ જોશી રહે.ભુજ ને સોપી દઈ પોલિસ દ્વારા સરાહનીય કામગીરીને યુવકના વાલી તેમજ શહેરીજનો દ્વારા બિરદાવવામાં આવી હતી.પોલિસની જાગૃતતાના કારણે નાશી ગયેલ યુવક થોડા જ સમયમાં પરિવારજનોને સોપી દેવામાં આવેલ હતો.

Previous articleઆરજેએચ હાઈસ્કુલના આચાર્યને શ્રેષ્ઠ શાળા એવોર્ડ દ્વારા સન્માનિત
Next articleતાલુકા પંચાયત કચેરીના ન્યાય સમિતિના ચેરમેન પદે કાળુભાઈ બારૈયાની વરણી