ગારિયાધારની વી.ડી. વાઘાણી વિદ્યાસંકુલની વિવિધ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

0
432

ગારીયાધાર સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવામંડળ ટ્રસ્ટ સંચાલિત વી. ડી. વાઘાણી વિદ્યાસંકુલની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ નો સંયુક્ત વાર્ષિકોત્સવ તા. ૦૨/૦૩/૧૯ રોજ સંપન્ન થયો. આ ઉપક્રમે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભો, એઆઈએમ અંતર્ગત એનઆઈટીઆઈ  આયોગ સમર્થિત એટીએલ ટીન્કરીંગ લેબનું ઉદ્ઘાટન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક સન્માન, સંસ્થાનાં કર્મચારીઓનું તથા  સામાજિક પ્રવૃત્તિઓમાં વિધાયક વિશિષ્ટ પ્રદાન આપનારા નગરના ૩૩ વ્યક્તિઓનું બહુમાન આ કાર્યક્રમનું આકર્ષણ બન્યા. કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, કોબડી આશ્રમના મહંત પૂજ્ય જયદેવચરંનજી  મહારાજ, બીડીસી બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ  વિજયભાઈ દેશાણી, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ, મામલતદાર ભૂમિકાબહેન કોરિયા, ટીડીઓશ્રી કે.આર. ચુડાસમા, ટીપીઈઓ અજયભાઈ જોશી, પીએસઆઈ કે.એચ.ચૌધરી, પરવડી કેળવણી મંડળના પ્રમુખ જગુભાઈ ખેની, કોંગ્રેસ અગ્રણી અને  દાતા વલ્લભભાઈ માણીયા,  બીએમસી આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઇ રાબડિયા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતના માજી ચેરમેન ગોવિંદભાઈ મોરડિયા અને અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટીએલ લેબનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું. ખાનગી શાળા હોવા છતાં, સંસ્થા સાથે બે દાયકાઓથી સંકળાયેલા, પ્રાથમિક વિભાગના બે ગુરુજનોને જાણે ગ્રેચ્યુટી હોય એમ માતબર રકમની ભેટ આપી. મેને.ટ્રસ્ટી રમેશભાઈ વાઘાણી અને હિમાંશુભાઈ, ઉદયભાઈ, ચિરાગભાઈ અમિપરા, ઘનશ્યામભાઈ સોરઠીયા દ્વારા આ ઉતકુષ્ઠ આયોજન કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here