શોર્ટ ફિલ્મ ’અશ્રુ’નું પોસ્ટર થયું લોંચ!

738

રાજકોટઃગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસેને દિવસે આગળ વધી રહી છે ત્યારે શોર્ટ ફિલ્મો પણ હવે ધોધમાર બબવા લાગી છે હાલમાં દિનેશ ઝાલા દ્વારા નિર્દેશિત સાઈલેન્ટ શોર્ટ ફિલ્મ ’અશ્રુ’નું પોસ્ટર સામે આવ્યું છે જે પોસ્ટરમાં એક બાળકનો ચહેરો છે એ પોસ્ટર પરથી ખ્યાલ આવી જાય છે કે આ શોર્ટ ફિલ્મ કેવી હશે આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેકટર ગૌરવ ભડીયાદ્રા સિનેમેટોગ્રાફી સોહિલ ઠક્કર અને પરેશ ચાવડા,મોહિત ગઢવી અને માનસી ભડીયાદ્રા દ્વારા અભિનય કરવામાં આવ્યો છે આ ફિલ્મ ફક્ત પાંચ મિનિટની છે જેમાં એક પણ ડાયલોગ્સ નથી તેમજ આ ફિલ્મ દ્વારા કોઈ મેસેજ આપવામાં નથી આવ્યો પરંતુ આ ફિલ્મના નિર્દેશકે જણાવ્યા મુજબ આ ફિલ્મ એક સલ્મ ચાઈલ્ડ પર આધારિત છે તેમના જીવનનું એક પણ આ ફિલ્મમાં દર્શવવામ આવ્યું છે કે એક સલ્મ ચાઈલ્ડના ચેહરા પર મુસ્કાન તેમના માટે કેટલી મહત્વની હોય છે અશ્રુનું શૂટિંગ રાજકોટમાં કરવામાં આવ્યું છે અને ટુક સમયમાં શોર્ટ ફિલ્મના સારા પ્લેટફોર્મ પર રીલિઝ થશે.