ગારીયાધારના મારવાડી લોકોના ઉપવાસ દસમાં દિવસમાં પ્રવેશ

879

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં વસવાટ કરતા મારવાડી લોકો જે મૂળ વાસના ચુડલા અથવા લોખંડના વાસણોનું રીપેરીંગ કરતા લોકો છે.તેઓ મૂળ ગુજરાતના છે તે છેલ્લા દસ દિવસથી ગારિયાધાર શહેરની મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે તેઓની માંગણી છે કે અમે જે જગ્યાએ વસવાટ કરી રહ્યા છીએ  તે વિસ્તારમાં અમને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી થાય. તેની સનદ આપવામાં આવે તો તે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે પોતાના ઘરના આવાસ ઝૂંપડામાંથી બનાવી શકે હાલ તે ગારિયાધારના ખારાના કાંઠા વિસ્તારમાં આવેલ જમીનમાં ઝુંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી ઉપવાસ પર બેઠેલા આ ખૂબ ગરીબ  લોકો પૈકીના લીલાબેન કહે છે, અમે દસ દિવસથી અમારા બાળકો, સ્ત્રીઓ પુરુષો સહિત બેઠા છીએ છતાં પણ અમારી ભાળ લેવા કોઈ નેતા કે અધિકારી આવ્યા નથી. તાત્કાલિક અમને રહેવા માટે પ્લોટ ની સનદ મળે તો અમે પાકુ મકાન બનાવી શકીએ .

નરેન્દ્ર ભાઈ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયએ દરેક ગરીબ ને ઘર આપવાની યોજના છે જ પણ અમારી પાસે અમારું ૧૦૦ ચોરસ ફૂટનુ પણ નાનું ઘર નથી અમારો આર્તનાદ છે કે અમારી વાત કોઈ તો સાંભળે?!

Previous articleરાણપુરની ગોપાણી કોલેજમાં આ.રા. મહિલા દિનની ઉજવણી
Next articleદામનગરમાં નંદી શાળામાં વિવિધ સંકુલોનું ભવ્ય ભુમિપૂજન કરાયું