દામનગરમાં નંદી શાળામાં વિવિધ સંકુલોનું ભવ્ય ભુમિપૂજન કરાયું

475

દામનગર શહેર માં જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા  ના નવનિર્માણ માટે ત્રણ કરોડ ની જમીનદાન કરતા દાતા  પરિવાર સ્વ કરશનભાઈ દિયાળભાઈ અને સ્વ દિવાળીબેન કરશનભાઈ ની સ્મૃતિ માં ગં સ્વ મુક્તાબેન અને પુત્ર રાહુલભાઈ નારોલા પરિવાર ના વરદહસ્તે વિવિધ સંકુલો નું ભૂમિપૂજન કરાયું

અબોલ જીવો ની સેવા કરતી સંસ્થા માં ઉભી થનાર  વિવિધ સુવિધા માટે ઉદારદિલ દાતા પરિવારે કિંમતી જમીન આપતા ભૂમિપૂજન પ્રસંગે અબોલજીવો માટે દાનની શરૂઆત કરતા રામભાઈ સિદ્ધપરા પાંચ લાખ બે લાખ સમસ્ત વેજનાથ નગર સોસાયટી ના રહીશો સવા લાખ લાભુભાઈ કાસોદરિયા નાનજીભાઈ કાસોદરિયા સવા લાખ ઉકાભાઈ વશરામભાઈ નારોલા સવા લાખ પ્રમેશભાઈ શાહ બોટાદ મહાજન પટેલ સેલ્સ એજન્સી સહિત અનેકો ઉદારદિલ દાતા ઓ દ્વારા જોત જોતા માં નવનિર્મિત નંદીશાળા સંકુલ માં વિવિધ સુવિધા ઓ માટે અબોલજીવો માટે પરમાર્થ કાર્ય માં સખાવતો શરૂ થઈ હતી જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના ભૂમિપૂજન પ્રસંગે અઢારે આલમ ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી ધાર્મિક સંસ્થા ઓ ના દહીંથરા ગૌસેવા ટ્રસ્ટ ના પૂજ્ય ગોવિદભક્ત સત્ય નારાયણ આશ્રમ ના મહંત ભાગવતાચાર્ય ભક્તિદેવીજી સીતારામ આશ્રમ દામનગર મહંત ધ્રુફણીયા રોડ ખોડિયાર મંદિર મહંત પુનિત મહારાજ સહિત અનેકો અગ્રણી ઓ દાતા ઓ સ્વંયમ સેવકો ની વિશાળ હાજરી માં અબોલ જીવો માટે નવનિર્માણ વિવિધ સંકુલો નું  ભવ્ય ભૂમિપૂજન કરાયું હતું.