સંસારના ભયમાંથી છુટવું હોય તો ભાગવતને સાંભળવું – જીજ્ઞેશ દાદા

1262

સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ આયોજિત લોક કલ્યાણ અને પિતૃ મોક્ષાર્થે ભાવનગર ખાતે જવાહર મેદાનમાં વૃંદાવન ધામમાં યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ મહાવિષ્ણુયાગના બીજા દિવસે આજે કથા પ્રારંભ કરતા વક્તા પૂ. જીજ્ઞેશ દાદાએ કહ્યું કે ભાવનગરની આ પાવન ભુમિમાં કથા આરંભાઈ છે. આ કથા શાંતિ મેળવવાની કથા. કોઈ વ્યવહારમાં ગડબડ ના કરે અને શાંતિ મળે છે. કોઈ અહીં ગડબડ કરી વિદેશ ચાલ્યો જાય તો એને ત્યાં પણ શાંતિ ન મળે…

વેદ વ્યાસે લખ્યું કે સંસારનો ભય નાશ પમાડે એ ભાગવત. સંસારના ભયમાંથી છુટવું હોય તો ભગવતને સાંભળવું. પરંતુ ભાગવત કથાને કઈ રીતે સંભાળશો.? વેદમાં લખ્યું છે કે ભાગવત કથાને સાવધાન થઈને સાંભળશો. જો સાવધાન નહીં  થાવ તો વિશ્રામ કેમ આવશે.?

આપને થશે કે શું ભાગવત કથા મૃત્યુમાંથી છોડાવી શકશે? હું કહું છું કે મૃત્યુ એ નિશ્રચિત છે પરંતુ મૃત્યુના ભયમાંથી છોડાવશે – ભાગવત મૃત્યુમાંથી ના છોડાવી શકે.  દાદાઅુે કહ્યું કે, અનેક જન્મના પુણ્ય પછી ભાગવત કથા મળે છે. જેમના પર ભગવાનની કૃપા હોય તે તેને ભાગવત મળે. પૂ. જીજ્ઞેશ દાદાએ મહાત્મ્યની વાત કરતા કહ્યું કે, સુત મહાપુરાણીએ શૌનકને કહ્યું કે, આ અગાઉ આ ભાગવત કથા નારદજીએ પણ સાંભળી છે. એ વખતે શૌનકે કહ્યું કે, પુરાણીજી નારદે કથા સાંભળી તો એ હજી અસ્થિર શા માટે છે? ત્યારે સુત મહાપુરાણીએ કહ્યું કે, ભટકવું અને ભ્રમણ કરવું એ અલગ બાબત છે. એમણે સાત દિવસ સ્થિર થઈ નારદે કથા સાંભળી છે. સનતકુમાર અને નારદના સંવાદની સવિસ્તાર કથા પૂ. જીજ્ઞેશ દાદા કહી હતી.

Previous articleવેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા મહિલ દિનની ઉજવણી
Next articleધંધુકાના તગડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૩ના મોત