ફિલ્મ સડક-૨માં સંજય દત્તનો ખાસ રોલ હશે

571

૧૯૯૧માં રિલીઝ થયેલી સંજય દત્ત અને પૂજા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘સડક’ની હવે સીક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ મેકર્સ દ્વારા ફાઇનલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ’સડક ૨’માં મૂળ ફિલ્મના કલાકાર સંજય દત્તનો પણ ખાસ રોલ હશે.  ‘સડક ૨’ આવતા વર્ષે ૧૫મી નવેમ્બરે રિલીઝ થશે. મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ ડિરેક્શન કરી રહ્યા છે. ’ સડક ૨’ માં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે એક રિપોર્ટ અનુસાર સડક ફિલ્મનું હીટ ગીત તુમ્હે અપના બનાને કી કસમ ગીતને સિક્વલમાં પણ લેવામાં આવ્યું છે. સડક ફિલ્મના જ ગીતને ફરી રિક્રેટ કરવાનું કામ નવું નથી. અગાઉ પણ આ ગીત ફિલ્મ હેટ સ્ટોરી-૩માં રિક્રિએટ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૭માં આવી હતી. પોતાની કરિયરમાં આલિયા ભટ્ટ પ્રથમ વખત પિતા મહેશ ભટ્ટ સાથે કામ કરી રહી છે. આ સિવાય એવું પ્રથમ વખત બનશે કે આલિયા તેની બેન પૂજા ભટ્ટ સાથે સ્ક્રિન શેર કરશે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ એ વાત સ્વીકારી હતી કે, તે પિતા સાથે કામ કરવા બાબતે થોડી નર્વસ છે.