કાળિયાર શિકાર કેસમાં  સોનાલી, તબ્બુ સહિત પ આરોપીને મળેલ નોટિસ

519

રાજસ્થાનમાં ચર્ચાસ્પદ કાળિયાર શિકાર મામલામાં આરોપીઓની મુશ્કેલી વધી રહી છે. રાજ્ય સરકારની અરજી ઉપર આ મામલામાં બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સહિત પાંચ લોકોને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. આ મામલામાં અભિનેતા સલમાન ખાન પણ આરોપી છે. રાજ્ય સરકાર દ્વારા આરોપીઓને છોડી મુકવાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. રાજ્ય સરકારની અપીલ ઉપર હવે સોમવારના દિવસે હાઈકોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નિલમ કોઠારી, તબ્બુ અને દુષ્યંત સિંહને નોટિસ આપી હતી. ગયા વર્ષે અભિનેતા સલમાન ખાનને વર્ષ ૧૯૯૮ના કાળા હરણ શિકાર મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને એપ્રિલ ૨૦૧૮માં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

સલમાન ખાન અને તમામ કલાકારો હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ વેળા એકત્રિત થયા હતા. એ રાત્રે કલાકારો જિપ્સીમાં હતા અને સલમાન ખાન ચલાવી રહ્યો હતો. હરણ દેખાયા બાદ ગોળી ચલાવવામાં આવી હતી જેમાં બે હરણના મોત થયા હતા.

Previous articleપુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મુદસ્સિર ખાનને ઠાર કરી દેવાયો
Next articleરાજ્યમાં ગરમીનો પારો જશે ઊંચો, અનેક શહેરોમાં તાપમાન ૩૩ને પાર થશે