વલભીપુર તાલુકાનાં ચમારડી ગામ નજીક આજે બપોરબાદ કાર અને બસનો અકસ્માત થતા ૧ યુવાનનું ઘટનાસ્થળે મોત થયુ હતું. અને ૮ વ્યક્તિઓને ઈજા થવા પામી હતી.
બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ વલભીપુર તાલુકાનાં ચમારડી નજીક બસ અને કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો જેમાં કારનો કુચ્ચો બોલી ગયેલ અને પલ્ટી ખાઈ જતા જેમાં કેરીયા નંબર ૨ ગામનાં રામદેવસિંહ અગરસંગ ડોડીયા નામનાં વ્યક્તિને ગંભીર ઈજા થતા ઘટનાં સ્થળે જ તેનું કમકમાટી ભર્યુ મોત થયુ હતું જ્યારે આંઠ વ્યક્તિઓને ઈજા થતા તેઓને ૧૦૮ મારફત સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
















