મહુવામાંથી મોબાઈલ ચોરને ઝડપી લેતી ભાવનગર એલસીબી

599

મહુવાની મેઘરજ સિનેમા પાસેથી ભાવનગર એલસીબીએ પૂર્વ બાતમીનાં આધારે બે મોબાઈલ સાથે જનતા પ્લોટમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવા હોસ્પિટલમાં નોકરી કરતા અને હોસ્પિટલ ક્વાર્ટરમાં રહેતા ડો. દાનુભાઈ ઉનડભાઈ મોરી ગત તા.૯ ફેબ્રુઆરીનાં રોજ પોતાના ક્વાર્ટરમાં હતા ત્યારે તેમનાં મોબાઈલ પર ફોન આવતા ઈમરજન્સી આવતા તેઓ ક્વાર્ટરનો દરવાજે અટકાવી હોસ્પિટલ ગયેલા અને પરત આવતા તેનો આઈટી ૬૨ રૂા.૪૫ હજારની કિંમતનો મોબાઈલ કોઈ ચોરી કરી ગયેલું જેની જે  તે સમયે મહુવા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવાયેલી દરમ્યાન ભાવનગર એલ.સી.બી.ને મળેલી પૂર્વ બાતમીનાં આધારે આજે મહુવાની મેઘરજ  સિનેમા પાસેથી રાજુ સોંડાભાઈ પરમાર ઉ.વ.૩૫ રહે જનતા પ્લોટ નં.૧૫૭ મહુવા વાળાને અટકાવી પુછપરછ કરી તલાસી લેતા તેની પાસેથી બે મોબાઈલ મળી આવેલ જે અંગે પુછપરછ કરતા ૧ મોબાઈલ હોસ્પિટલ કવાર્ટરમાંથી ચોરેલો અને બીજો મહુવાની નિલકંઠ હોસ્પિટલમાંથી મહિલા પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા તેની અટકાય કરી મહુવા પો.સ્ટે.માં ગુનો નોંધાવી સોંપી આપેલ.

Previous articleગારિયાધારની પરણીતા દ્વારા વહેમના કારણે ત્યજી દેવાયેલ દિકરાનું માતા સાથે મિલન કરાવતી પોલીસ
Next articleઈંગ્લીશ દારૂના ગુનાના ફરાર આરોપીને ભાવનગર આરઆરસેલએ ઝડપી લીધો