અનિડા પ્રા.શાળાના સ્થાપના દિને આનંદ મેળાની કરાયેલી ઉજવણી

644

આજરોજ પાલીતાણા તાલુકાના અનિડા ડેમ પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૮  ના તમામ  બાળકો દ્વારા શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળા કક્ષાએ “આનંદ મેળો”નું શાનદાર આયોજન કરવામાં આવેલ. જેમાં સૌપ્રથમ પાલીતાણા તાલુકાના બી.આર.સી.કો.ઓ. ગોહેલ હાર્દિકભાઈ દ્વારા રીબીન કાપીની આજનો કાર્યક્રમ ખુલ્લો મુકેલ. ત્યારબાદ આજના કાર્યક્રમ અનુસંધાને હાર્દિકભાઈ ગોહેલ દ્વારા પ્રાર્થના સભામાં પ્રાસંગીક વાત રજુ કરેલ. એકમ કસોટીમાં પ્રથમ આવેલ તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આજના આનંદ મેળામાં બાળકો દ્વારા વિવિધ ૧૭ સ્ટોલ ઉભા કરવામાં આવેલ…જેમાં મુખ્યત્વે ગુરુજી બટેટા પૌઆ,ગોપાલ લસ્સી સેન્ટર,જય ભવાની બટેટા ભૂગણા, શિવશક્તિ ભેળ,ચટપટા ગપગોટા સ્ટોર,દોસ્તી મસાલા પાઉં,હનુમંત સેન્ડવીસ સેન્ટર,વડવાળા પાણીપુરી, હરસિધ્ધિ સરબત સેન્ટર,ચટાકેદાર દાબેલી સ્ટોલ,જલારામ પાણીપુરી સ્ટોલ,મસાલેદાર પાણીપુરી સ્ટોલ તથા બાપા સીતારામ ભેળ સેન્ટર જેવા વિવિધ સ્ટોલ શાળાના પટાગણમાં ગોઠવવામાં આવેલ…જેમાં દરેક સ્ટોલમાંથી શાળાના બાળકોએ ખૂબ જ આનંદ સાથે તમામ સ્ટોલની મુલાકાત લઈને નાસ્તાનો આનંદ લૂંટવામા આવેલ. આનંદ મેળામાં બાળકોના તમામ વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહી તમામ સ્ટોલની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કરેલ…શાળા વ્યવસ્થા કમિટીના તમામ સભ્યો પણ આ કાર્યક્રમમા સહભાગી થયેલ. આ ઉપરાંત આજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં મોટી પાણીયાળી કલસ્ટરના સી.આર.સી કો ઓર્ડિનેટર  ચૌહાણ જયંતીભાઈ કે તથા શેત્રુજી ડેમ કલસ્ટરના સી.આર.સી.કો મોરી ઉદયભાઈ ખાસ ઉપસ્થિત રહી બાળકોના પ્રોત્સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું  આયોજન શાળાના શિક્ષક સાંમતભાઈ તથા નવીનભાઈ, અજિતભાઈ, મનુભાઈ, હરેશભાઇ, શૈલેષભાઇ, રાજેન્દ્રભાઇ, રમેશભાઈ દ્વારા કરવામાં આવેલ. આજના કાર્યક્રમનું સંચાલન આચાર્ય ગોહિલ શૈલેષભાઇ દ્વારા કરવામાં આવેલ.

Previous articleશ્રી સંગીતવર્ગની વિદ્યાર્થીનીઓએ ગુજરાત સારેગામમાં મેળવેલ સિધ્ધિ
Next articleસ્કાઉટ ગાઈડના બાળકોએ વિકટોરીયા પાર્ક ખાતે માણ્યો પ્રકૃતિ અને પર્યાવરણનો આનંદ