ગઢડાના રાયપર ગામની સીમમાંથી ૧૭ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

830

ગઢડા પીએસઆઈ ટી.એસ. રીઝવી તથા ડી સ્ટાફ આર.કે.ગોહિલ, કુલદીપભાઇ ખેર, અગરસંગભાઇ મકવાણા વિ. સ્ટાફ નાં માણસો મળેલ બાતમી હકીકત આધારે રાયપર ગામની સીમમાં રાજુભાઇ દડુભાઇ ગોવાળીયા એ રાયપર ગામની સીમ માં પ્રતાપભાઇ ગોવાળીયા ની વાડી નજીક ખરાબા માં ઇગ્લીશ દારૂ મંગાવી સંતાડેલ હોવાની હકીકત નાં આધારે આજરોજ વહેલી સવારે રેઇડ કરતા રાજુ દડુભાઇ ગોવાળીયા પોતાનું મોટરસાયકલ નં જી.જે.૦૧ સીકયુ- ૭૧૯૩ વાળુ મુકી નાસી ગયેલ અને  જે જગ્યાએ થી ભાગેલ તે જગ્યાએ ઈંગ્લીશ દારૂની પેટી – ૧૭ બોટલો નંગ- ૨૦૪ જેની કિ.રૂા. ૬૧,૨૦૦/- તથા મો.સા. ની કિ.રૂા. ૧૦,૦૦૦ ગણી કુલ મુદામાલ રૂા. ૭૧,૨૦૦/- નો કબ્જે કરી પ્રોહીબીશન એકટ મુજબ આર.કે.ગોહિલ એ ફરીયાદ આપેલ છે તપાસ ટી.એસ. રીઝવી ગઢડા  પો.સ્ટે. ચલાવી રહયા છે.

Previous articleનાવડા પ્રા આ કે ટીબી ની રીવ્યુ મીટીંગ યોજાઈ
Next article૩ વર્ષથી અપહરણના ગુનાનો ફરાર આરોપી સુરતથી ઝબ્બે