મહુવાના જુના બગીચા ચોક વિસ્તારની દુકાનોમાં વિકરાળ આગ

1038

મહુવા ખાતે જુના બગીચા ચોક વિસ્તારમાં આજે મોટી સાંજે દુકાનોમાં આગ લાગી હતી. જે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં દુકાનો અને એક લોજ આગની લપેટમાં આવી ગયેલ. ફાયર બ્રિગડને જાણ કરાતા ૧૦ થી ૧ર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન લગાવાય રહ્યું છે.  મહુવાના બગીચા ચોક વિસ્તારમાં આવેલી જયેશભાઈ કામળીયાની માલિકીની ભોલનાથ હાર્ડવેર વિનુભાઈ બ્રાહ્મણની માલિકીની શીતલ ગારમેન્ટ તથા મનપસંદ રેડીમેઈટનો દુકાનો તથા દુકાનોની ઉપર ભારત લોજ આગની લપેટમાં આવી ગયેલ. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા મહુવા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ ૧૦ થી ૧ર જેટલી ગાડી પાણી છાંટી ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આગમાં રેડીમેઈટ ગારમેન્ટના તમામ કપટા, સહિતનો બળીને ખાખં થઈ ગયો હતો. દુકાનોની પાછળ રહેલા કચરાના ઢગલામાંથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું ચર્ચાઈ રહ્યું છે.