શાસ્ત્રીનગરમાંથી અપહરણ થયેલ બાળકને છોડાવી આરોપીઓને ઝડપી પાડતી પોલીસ

1270

ગઇકાલ તા. ૧૫/૦૩/૨૦૧૯ ના રોજ શાસ્ત્રીનગર શેરી નંબર ૫ માં રહેતા મિતુલભાઇ જયસુખભાઇ રાઠોડ ના પુત્ર અભય ઉ.વ. ૧૨ ટ્યુશનમાંથી સાંજના ચાર-સાડા ચાર વાગ્યે પરત ઘરે આવતો હતો અને તેના ઘર પાસે શેરી નંબર ૯ માંથી લીલા કલરની પીળા વુડવાળી પેસેન્જર રિક્ષામાં આવેલ અજાણ્યા માણસોએ અભયનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી લઇ ગયેલ આ બાબતે અભય ના પિતા મિતુલભાઇ જયસુખભાઇ રાઠોડે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી.

ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલ અને બનાવની વિગતે મેળવી નાયબ પોલીસ અધિક્ષક મનીષ ઠાકરની રાહબરી નીચે ભાવનગર એલ.સી.બી. એન્ડ એસઓજી તથા નિલમબાગ તથા બોરતળાવ પોલીસ સ્ટેશન ની જુદી જુદી ટીમો બનાવી અપહત બાળકને છોડાવવા તથા આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધરેલ.   ભાવનગર શહેરની તીસરી આંખ સમાન નેત્ર પ્રોજકટની મદદથી અપહરણમાં વપરાયેલ રિક્ષા બાબતે માહિતી મેળવી ટેકનીકલ સેલની મદદથી તપાસ આગળ વધારેલ અને મળેલ હકિકત ઉપરથી વધુ બાતમી હકિકત મળેલ કે, અપહરણમાં વપરાયેલ રિક્ષામાં આરોપીઓ ભોગબનનાર બાળક અભયને ભડીયાદ (પીર) ખાતે લઇ ગયેલ છે અને ત્યાથી અમદાવાદ લઇ જવાની પેરવીમાં છે. જે હકિકત મળતા તુરતજ જુદી-જુદી ટીમો બનાવી ધોલેરા પોલીસનો સંપર્ક કરી ધોલેરા ચોકડી ખાતેથી બજાજ પેસેન્જર રિક્ષા રજી. નંબર જીજે ૦૪ છેં ૩૬૩૭ માંથી આરોપીઓ તોસીફ ઉર્ફે ઘોઘારી રફિકભાઇ જુનેજા ઉ.વ.૧૯  કુંભારવાડા નારીરોડ  ગફાર કરીમભાઇ થૈયમ ઉ.વ.૩૬  વડવા નેરા જુની ગરાસીયાવાડ ભાવનગર ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુશેન ફકિર ઉ.વ.૧૯  કુંભારવાડા નારી રોડ  વાળાઓને ઝડપી પાડવામાં આવેલ છે અને ભોગ બનનાર અભય મિતુલભાઇ રાઠોડને રિક્ષામાંથી સહી સલામત છોડાવેલ છે. અને ગુન્હામાં વાપરેલ રિક્ષા નંબર જીજે  ૦૪ છેં ૩૬૩૭ ની તથા  આરોપીઓ ગુન્હામાં વાપરેલ મોબાઇલ ફોન-૪ મળી કુલ રૂપિયા ૫૩૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આમ ભાવનગર પોલીસ ગણતરીની કલાકોમાં બાળકના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે. તેમ એસ.પી.એ જણાવ્યું હતું.

Previous articleઉમરાળામાં પીએસઆઈ સહિત પોલીસ પર હુમલો કરનાર ૬ને બે વર્ષની સજા
Next articleમહુવાના જુના બગીચા ચોક વિસ્તારની દુકાનોમાં વિકરાળ આગ