ઋત્ત્વિક રોશન દરેક પાત્ર અનુસાર અલગ-અલગ પરફ્યુમ લગાવે છે..!!

574

બોલીવુડ એક્ટર ઋત્વીક રોશન ટૂંક સમયમાં તેની ફિલ્મ સુપર ૩૦ લઈને આવી રહ્યો છે. પર્શંસકો છેલ્લા કેટલાયે સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલી વાર ઋત્વીક રોશન દેશી લુકમાં જોવા મળશે. આ ફિલ્મ માટે એક્ટરે ખુબજ મહેનત અને તૈયારી કરી છે. આ એક્ટરની એક ખાસ વાત છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતાં હશે કે જે પાત્ર નિભાવે છે તે અનુસાર પરફ્યુમ લગાવે છે.ઋત્વીક રોશન પોતાની અંગત જીવનમાં પણ પરફ્યુમના ખુબજ શોખિન છે. ઋત્વીક રોશને અત્યાર સુધીમાં જેટલી ફિલ્મો બનાવી છે તેમાં પોતાના દરેક પાત્ર અનુસાર અલગ અલગ પરફ્યુમ લગાવે છે. આ જ કારણે ઋત્વીક રોશન પાસે ખુબજ વિપુલ પ્રમાણમાં પરફ્યુમનો જથ્થો છે.

ઋત્વીક રોશન પોતાના મિત્રોને પણ ભેટમાં પરફ્યુમ આપે છે. ઋત્વીક રોશનમાને છે કે પરફ્યુમ ફક્ત સુગંધ માટે જ નહી તમારી આગવી ઓળખ તરીકે ભાગ ભજવે છે. લોકો માત્ર સુગંધથી જ પારખી લે છે કે તમે કેવા વ્યક્તિ છો.

વર્કફ્રંટની વાત કરીએતો એક્ટરની આગામી ફિલ્મ સુપર ૩૦માં નજરે આવશે. ઋત્વીક રોશનની ફિલ્મનો લુક હાલ ખુબજ વાયરલ થયો છે. ઋત્વીક રોશન પોતાના ખભા પર ખેસ નાંખીને આવે છે. પોતાના આ પાત્ર માટે ઋત્વીક રોશને ખાસ પરફ્યુમ લગાવ્યુ છે જેનુ નામ છે બીરેડો.