આલિયા રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે

0
707

લોકપ્રિય એસએસ રાજામૌલીની આગામી નિર્દેશન હેઠળની ફિલ્મમાં આલિયા ભટ્ટને લેવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળી રહ્યુ નથી. બે હિરોની પિરિયડ ડ્રામાવાળી ફિલ્મ આરઆરઆર  હવે એસએસ રાજામૌલી બનાવી રહ્યા છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ અદા કરી રહ્યા છે. ૧૪મી માર્ચના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ કામ કરનાર છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણની મુખ્ય ભૂમિકા છે. શુક્રવારના દિવસે ૨૬મી માર્ચના દિવસે પોતાના જન્મદિવસની ઉજવણી કરનાર આલિયા ભટ્ટ ફિલ્મમાં સીતા નામની ભૂમિકા અદા કરનાર છે. ઘટનાક્રમ અંગે માહિતી ધરાવનાર લોકોનુ કહેવુ છે કે રામચરણ તેજા સાથે જુનિયર એનટીઆરની ભૂમિકાથી તમામ લોકો રોમાંચિત  થઇ જશે. આલિયા ભટ્ટ રામચરણની સાથે જોડી જમાવનાર છે. જ્યારે સ્ટોરી મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી જશે ત્યારે ફિલ્મમાં સિતા તરીકેની ભૂમિકા અદા કરનાર આલિયા ભટ્ટની એન્ટી થનાર છે. બીજી બાજુ ફિલ્મમાં અજય દેવગનની સારી ભૂમિકા રહેલી છે. તે સ્વતંત્ર સેનાનીની ભૂમિકામાં નજરે પડનાર છે. નોર્થ ઇન્ડિયન ફ્રીડમ ફાઇટરની ભૂમિકામાં તે દેખાશે. તે ફ્લેશબે એસિસોડમાં નજરે પડનાર છે. આ ફિલ્મ બે રિયલ લાઇફ ફાઇટર સાથે નજરે પડનાર છે. ફિલ્મ હૈદરાબાદ અને દિલ્હીમાં બનનાર છે. રામચરણ તેજાના ફાઇટિંગ સીનનુ હાલમાં શુટિંગ કરવામાં આવ્યુ હતુ. રામચરણ અને જુનિયર એનટીઆર બંને જોરદાર રોલમાં ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ સુપરહિટ સાબિત થનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here