વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ

788

પાળીયાદ પોલીસ સ્ટેશનના  પીએસઆઈ તથા  સ્ટાફના માણસો  સંજયભાઇ બાવળીયા, રસીકભાઇ હાંડા, કૌશિકભાઇ સોરરઠીયા, મહેન્દ્રસિંહ ગોહિલ દ્વારા નાઇટ રાઉન્ડ દરમ્યાન  બાતમી ને આઘારે સરવા ગામના પાટીયા પાસે સેવરોલેટ કંપનીની ફોર વ્હીલ  નંબર જી.જે.૦૫.સી.કે.૪૬૨૩ માંથી ભારતીય બનાવટનો રોયલ સીલેકટ કંપનીનો ઇગ્લીશ દારૂ બોટલો નંગ-૫ સાથે દલસુખભાઇ ઉર્ફે દલો અંબારામ સાતનીયા રહે.વાંગઘ્રા પ્લોટ વિસ્તાર તા.વીછીયા વાળાની પાસેથી કબ્જે કરી ઇગ્લીશ દારૂ બોટલો નંગ-૫ કિ.રૂ.૧૫૦૦ તથા ફોર વ્હીલ કિ.રૂ.૭૦૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૨૦૦૦ તથા રોકડા રૂપિયા ૯૦૦ એમ કુલ મુદામાલ કિ.રૂ.૭૪,૪૦૦ સાથે પકડી પાડી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleવિશ્વ કિડની દિવસ નિમિત્તે ફ્રી કિડની રીપોર્ટ સાથે જાગૃતિ રેલી
Next articleઈંગ્લીશ દારૂના ગુનાના ફરાર આરોપીઓને ઝડપી લેતી પોલીસ