શહેરમાં ઠેર ઠેર હોલીકા દહન : આજે ધુળેટી મનાવાશે

1075

ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે આસ્થા અને ઉમંગભેર હોળીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર છાણાની હોળી બનાવી તેમાં અબીલ ગુલાલનાં છાંટણા નાખવા સાથે પતંગ, ફુલોનો શણગાર કરી રાત્રીનાં સમયે હોલીકા દહન કરવામાં આવ્યું હતું અને ભાવિકોએ પૂજન અર્ચન કરવા સાથે હોળીની પ્રદક્ષીણા કરી હતી.

અત્યાચાર સામે સત્ય અને ભક્તિનાં વિજયનાં પ્રતિક સમાન હોળીનાં તહેવારની આજે સમગ્ર ગોહિલવાડ પંથકની સાથે ભાવનગર શહેર-જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણીક જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણીક વાર્તા મુજબ અત્યારચારી હિરણ્યાકશ્યપ દ્વારા પ્રભુ ભક્તિમાં લીન એવા પોતાનાં પુત્ર પ્રહલાદને મારવા માટે તેની બહેન હોલીકાનાં ખોળામાં બેસાડી દહન કરવામાં આવ્યું છતા પ્રહલાદ બચી ગયેલ ત્યારથી ફાગણસુદ પૂનમનાં દિવસે હોલીકા દહન કરવામાં આવે છે. ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં છાણાની હોળી બનાવવામાં આવી હતી અને કલાત્મક રંગોળીઓ સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો અને રાત્રીનાં સમયે હોળીનું દહન, કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ગ્રાઉન્ડ નવાપરા ખાતે તૈયાર કરાયેલ હોળીનું આઈ.જી., એસ.પી. સહિતે પુજન, અર્ચન કરી પ્રગટાવાઈ હતી. શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવાયા બાદ તેમાં ભાવિકોએ ધાણી, દાળીયા, ખજુર તેમજ શ્રીફળ પધરાવ્યા હતા અને સળગતી હોળીની પાણીની ધારવાળી સાથે પ્રદક્ષીણા કરી હતી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળીનાં દર્શન કર્યા હતા જ્યારે લોક વાયકા પ્રમાણે હોળીની જાળ કઈ દીશા તરફ ફંટાઈ છે તેનાં ઉપર આગામી વર્ષનો વરતારો આવતો હોય છે. આજે હોળી પર્વ મનાવ્યા બાદ આવતીકાલે રંગોત્સવનો તહેવાર ધુળેટી મનાવવામાં આવશે જેમાં બાળકો યુવાન અને વડીલો એક બીજાને કલર છાંટી ઉજવણી કરશે જ્યારે કેટલાક લોકો અબીલ ગુલાલ સાથે ધુળેટી પર્વ મનાવશે તેમજ રાજસ્થાની-મારવાડી સમાજ દ્વારા ઢોલ નગારા સાથે એક બીજા ઉપર કલર છાંટી પરંપરાગત ધુળેટી પર્વ મનાવશે જયારે સાળંગપુર ખાતે મહંત સ્વામીની ઉપસ્થિતીમાં હજારો ભાવિકો ફુલદોલત્સવ મનાવશે.

Previous articleચકલીના માળાનું વિતરણ કરાયું
Next articleભણસાળીની ફિલ્મ ‘ગંગુબાઈ’માં પ્રિયંકા ચોપરા ચમકશે