અમેઠી સીટ પર કમળ ખિલી ઉઠશે : સ્મૃતિ ઇરાનીનો દાવો

562

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૧૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, સ્મૃતિ ઇરાની અને રાજ્યવર્ધન સિંહ રાઠોરનો સમાવેશ થાય છે. પાર્ટીના તમામ નેતાઓએ ટિકિટ મળ્યા બાદ પાર્ટીનો આભાર માન્યો છે. કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે આ વખતે અમેઠી બેઠક પર કમળ ખિલી ઉઠશે. તેમણે કહ્યુ હતુ કે અમેઠી મતવિસ્તારના લોકો તરફથી તેમને ખુબ પ્રેમ મળી રહ્યો છે. આ બેઠક પર હવે ઇતિહાસ સર્જાશે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની સામે સ્મૃતિની હાર થઇ હતી. જો કે સ્મૃતિઐએ જોરદાર ટક્કર આપી હતી. આ વખતે તેમની સ્થિતી સારી દેખાઇ રહી છે. કારણ કે રાષ્ટ્રવાદની લહેર પણ જોવા મળી રહી છે. બોલિવુડની ડ્રીમગર્લ ગણાતી હેમા માલિનીને મથુરા લોકસભા સીટ પરથી ફરી મંદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. હમા માલિનીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહનો  આભાર માન્યો છે. વિકાસ માટે ખુબ મહેનત કરવા માટે હેમા માલિનીએ ઇચ્છા વ્યક્ત કરી છે. હેમા માલિનીએ કહ્યુ છે કે તે અન્ય નેતાઓની જેમ નથી. અહીંના લોકો તેમના કામને જોઇ ચુક્યા છે. આ વખતે પણ શાનદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. નિતિન ગડકરી નાગપુરમાંથી ચૂંટણી લડનાર છે. છેલ્લી ચૂંટણી કરતા વધારે સારા અંતરથી જીત મેળવી લેવા માટેની આશા નિતિન ગડકરીએ વ્યક્ત કરી છે. રાજ્યવર્ધન રાઠોડ અને અન્ય નેતાઓએ પણ આવી જ પ્રતિક્રિયા આપી છે.

Previous articleદેશભરમાં ૫૩૯ ચાઈલ્ડ કેર સંસ્થાને આખરે તાળા વાગ્યા
Next articleસેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઘટી ૩૮,૧૬૫ની સપાટી ઉપર