એશિયાઈ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટર્સે જીત્યો ગૉલ્ડ મેડલ

658

ભારતીય શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ તાઇપેનાં તાઓયુઆનમાં ચાલી રહેલી ૧૨મી એશિયાઈ એરગન ચેમ્પિયનશિપમાં મોટી ઉપલબ્ધિ મેળવી છે. આ જોડીએ ૧૦ મીટર એર પિસ્ટલ ટીમમાં ક્વોલિફિકેશનમાં વિશ્વ રેકૉર્ડ બનાવ્યો અને ત્યારબાદ આ સ્પર્ધામાં સ્વર્ણ પદક પણ પોતાના નામે કર્યો. આ બંનેએ ઠીક એક મહિના પહેલા દિલ્હીમાં આ જ સ્પર્ધામાં આઈએસએસએફ વિશ્વ કપમાં સુવર્ણ પદક જીત્યો હતો.

ક્વોલિફિકેશનમાં ૧૭ વર્ષની મનુ અને ૧૬ વર્ષનાં સૌરભે મળીને ૭૮૪ અંક બનાવ્યા અને રશિયાની વિતાલિના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવને ૫ દિવસ પહેલા યૂરોપિયન ચેમ્પિયનશિપમાં બનાવેલો રેકૉર્ડ તોડ્યો. આ ભારતીય જોડીએ ૫ ટીમોની સેમી ફાઇનલમાં ૪૮૪.૮ અંક સાથે પહેલું સ્થાન મેળવ્યું હતુ. કોરિયાની હ્યાંગ સિયોનગુન અને કિમ મોજની જોડીએ ૪૮૧.૧ અંક લઇને રજત અને તાઇપેની ચિયા યિંગ અને કોઉ કુઆન તિંગે ૪૧૩.૩ અંક મેળવીને કાંસ્ય પદ મેળવ્યો હતો.

ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘનાં નિવેદન અનુસાર આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી બીજી ભારતીય જોડી અનુરાધા અને અભિષેક વર્માએ પણ ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ તેમને ૩૭૨.૧ અંક સાથે ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.

Previous articleરસિખ સાલમ બે-ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ ખેલાડી બનશે : યુવરાજ
Next article૭ બૉલમાં ૭ છગ્ગા ફટકારી ખેલાડીએ યુવરાજનો રેકોર્ડ તોડ્યો