શિશુવિહાર પ્રાંગણમાં હોળીપર્વ મનાવાયું

356

શિશુવિહાર પ્રાંગણમાં પારંપારિક રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવેલ. ક્રિડાંગણ તાલીમાર્થીઓ દ્વારા હોળી પ્રાગટય બાદ લાઠી-લેઝિમ અને ડંબેલ્સના દાવો રજુ કરવામાં આવેલ. એલ.આઈ.સી. ભાવનગર રીજીયનના જનરલ મેનેજર કેપટન એ.કે.મિશ્રા તથા સહજાનંદ ફિઝિઓથેરાપી કોલેજના સ્વામી વિષ્ણુસ્વરૂપદાસજીના અધયક્ષ સ્થાને યોજાએલ સમારોહમાં ગુજરાત રાજયની ર૮મી સ્કાઉટ-ગાઈડ રેલીના સંચાલકો અને શિશુવિહાર સંસ્થાના પુર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.