ગારિયાધારના યુવાનની હત્યાના આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદ

1638

બે વર્ષ પુર્વે ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામે મુસ્લિમ મેમણ યુવાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ સામે આજે  ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે મુખ્ય આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા જયારે અન્ય આરોપીને શંકાનો લાભ આપી નદ્‌ર્યોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ર૦-૪-ર૦૧૭ના રોજ અર્જુન ટોકીઝ ઘાંચી વાડના ખાંચા પાસે, ગારિયાધાર ગામે  કયુમભાઈ હારૂનભાઈ તાજાણી (મેમણ, ઉ.વ.૩૦), સાદીક હારૂનભાઈ તાજાણી (ઉ.વ.ર૯), નામના બન્ને સગાભાઈઓ ચીકનનો ધંધો કરતા હોય જે બાબતે અગાઉ થયેલ બોલાચાલીની દાઝ રાખી આ કામના ફરિયાદી રહીમભાઈ કાળુભાઈ બીલખીયાના ભાઈ ફિરોજભાઈ બીલખીયા સાથે લડાઈ ઝઘડો કરી બન્ને આરોપીઓએ એકસંપ કરી ફિરોજભાઈ ઉપર છરના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે જે તે સમયે રહીમભાઈ કાળુભાઈબ ીલખીયાએ પોલીસ ફરિયાદ આપતા ગારિયાધાર પોલીસે ઉકત બન્ને આરોપીઓ કયુમ મેમણ અને સાદીક મેમણ સામે ઈપીકો કલમ ૩૦ર, ૩૪  પ૦૪ તથા જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગે કેસ આજરોજ બુધવારે ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા ૧૦, દસ્તાવેજી પુરાવા ૪૩ વિગેરે ધ્યાને લઈ મુખ્ય આરોપી કયુમભાઈ હારૂનભાઈ તાજાણીની સામે ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારેલ દંડની રકમ પૈકીની રૂા. ૧૦ હજાર વસુલ થયે તે રકમ મરણ જનાર ફિરોજભાઈના પત્ની નસીમબેન ફિરોજભાઈ બીલખીયાને વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો. જયારે અન્ય આરોપી સાદીક હારૂનભાઈ મેમણને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

Previous articleતપોવન ટેકરી તપસીબાપુના આશ્રમે આજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ
Next articleઅપહરણના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ