કોલ્ડવેવ : ૩૬ કલાકમા લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી ડાઉન

377

રાત્રિનો તાપમાનનો પારો ૨૦.૨થી ઘટીને ફરી ૧૦.૪ ડિગ્રી થયુ, મહતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી રહ્યું : શહેરમાં સવારે ૯ વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલું રહ્યું
બે દિવસના વિરામ બાદ રાજયભરની સાથો-સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં હવામાન ખાતા દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે જેના પગલે માત્ર દોઢ દિવસમાં ભાવનગરનુ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી ઘટવા પામ્યું છે અને ફરીથી લઘુત્તમ તાપમાનનો પારો ૧૦.૪ ડિગ્રી પહોંચી જવા પામ્યો છે સુસવાટા મારતા બર્ફિલા પવન સાથે ફરીથી શરૂ થયેલી ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેનાથી શરદી, કફ, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો થવા પામ્યો છે અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ૨૪મી જાન્યુઆરીથી ૨૬મી જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની ચેતવણી આપી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભાવનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગામી મુજબ આ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી બહાર પાડવામાં આવી છે. આ દિવસો દરમિયાન હવામાનનો પારો ૨-૪ જડિગ્રી જેટલો વધારો ગગડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૨૪મી જાન્યુઆરીએ સોમવારના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે. આ કોલ્ડ વેવની આગાહી ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા માટે કરવામાં આવી છે. આ જિલ્લામાં ગાત્રો થીજવી નાખતી ઠંડી પડવાની શક્યતા છે. સૂકા વાતાવરણમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે. ૨૫મી જાન્યુઆરીએ મંગળવારના રોજ રાજ્યના ઉત્તર ગુજરાતઅને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં કોલ્ડ વેવ (ર્ઝ્રઙ્મઙ્ઘ ઉટ્ઠદૃી)ની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઝ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે હવામાન વિભાગની આગાહી મુજબ ૨૬મી જાન્યુઆરીએરાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સૌરાષ્ટ્ર કચ્છમાં ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છનો સમાવેશ થાય છે.
આ ત્રણ દિવસ દરમિયાન હવામાન વિભાગે સલાહ આપી છે કે ટાઇટ ગરમ કપડા પહેરવાના બદલે હળવા ગરમ કપડાં પહેરવા, માથુ, ગળું અને હાથને ઢાંકી શકાય તેવા ગરમ કપડાં પહેરવા જોઈએ. તેમજ આ દિવસોમાં બિમાર, વડીલો તેમજ સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવી જોઈએ.

Previous articleઆજે ભાવનગરમાં ૩૨૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૩૬ કોરોનાને માત આપી, જ્યારે આજે ૨ ના મોત
Next articleશહેરમાં દર બીજા દિવસે કોરોનાથી એક વ્યક્તિનું મોત