જીવલેણ ખાડાઓ હજું કેટલાનો ભોગ લેશે ..?

845

ઢસા ગામ થી ઢસા સ્ટેશન રોડ ઉપર આવેર જીઆઇડીસી નજીક ચોમાસા વખત ના મસ મોટાં ખાડા ઓ ને ગાબડાં પડ્યાં છતાં તંત્ર મોન જોવાં મળી રહું છે.આ મસ મોટાં ખાડા ઓ જીવલેણ સાબિત થાય છે. આ ખાડાઓ પર થીગડા મારવામાં આવશે કે પછી હજી વધું જીવલેણ અકસ્માત ની રાહા જોવાશે નિર્દોષ વાહન ચાલકો આવા ગેરરિતીથી પડેલા ખાડા ઓનો ભોગ બનતાં રહે છે આ બેદરકારી ના હિસાબે નિર્દોષ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બેદરકારી ના હિસાબે વાહનોના મેન્ટેનન્સ વધી રહ્યા છે. છતાં ૨૪ કલાક ધમધમતા રોડ પર વાહન ચાલકો મુંગા મોઢે સહન કરી રહ્યા છે  તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ ઉપર પડેલા ખાડા નું નિરાકરણ કરવામાં આવે તેવી લોક દ્વારા માંગ ઉઠી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાના છતડીયા ગામે એન્જીન્યરીંગ કોલેજનું કામ પુર્ણ થતા જનતામાં આનંદ