એશિયાઈ એરગન ચેમ્પિયનશિપમાં મનુ ભાકરે ભારતને ગોલ્ડ અપાવ્યો

553

તાઈવાન :તાઈવાન ખાતે ચાલી રહેલી એશિયાઈ એરગન ચેમ્પિયનશિપનાં ત્રીજા દિવસે શુક્રવારે ભારતીય શૂટર મનુ ભાકરે ૧૦ મીટર મહિલા એરગન શૂટિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મનુએ ફાઈનલમાં ૨૩૯નો સ્કોર કર્યો હતો. બીજી તરફ પુરૂષ ૧૦ મીટર એર રાયફલમાં ભારતનાં અભિષેક શર્માએ રજત ચન્દ્રક પ્રાપ્ત કર્યો હતો. તેણે ફાઈનલમાં ૨૪૦.૭ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા.

પુરૂષ ૧૦ મીટર એર પિસ્તોલમાં અન્ય એક ભારતીય શૂટર સૌરભ ચૌધરી મેડલ મેળવવાથી દૂર રહ્યો હતો. તે ચોથા ક્રમે રહ્યો હતો. જોકે ક્વોલિફિકેશનમાં તે ૫૮૭ પોઈન્ટ સાથે ટોપ ક્રમાંકે રહ્યો હતો. મનુએ આ પહેલાં સૌરભ સાથે મળીને ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૧૭ વર્ષની મનુ અને ૧૬ વર્ષનાં સૌરભે ક્વોલિફાઈ ઈવેન્ટમાં ૭૮૪ પોઈન્ટ બનાવ્યા હતા. જે ક્વોલિફિકેશનમાં નવો વિશ્વ રેકોર્ડ હતો.

Previous articleકોલકાતા નાઈટ રાઇડર્સ-દિલ્હી વચ્ચેની મેચ પણ રોમાંચક બનશે
Next articleઆજે મુંબઈ-પંજાબ વચ્ચે જંગ ખેલાશે