કોલકાતા નાઈટ રાઇડર્સ-દિલ્હી વચ્ચેની મેચ પણ રોમાંચક બનશે

717

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર આવતીકાલે દિલ્હી કેપિટલ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાનાર છે. કોલકાતાના ફિરોઝશાહ કોટલા મેદાન પર છગ્ગા ચોગ્ગાન ીરમઝટ જોવા મળી શકે છે. દિનેશ કાર્તિક કોલકાતા નાઈટ રાઇડર્સના સફળ કેપ્ટન તરીકે ઉભરી ચુક્યો છે. તે પોતાની ટીમને સતત જીત અપાવી રહ્યો છે. શુભમન ગિલ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બીજી બાજુ  દિલ્હીની ટીમમાં ઋષભ પંત ઉપર તમામની નજર રહેશે. આ ટીમમાં પણ અનેક સ્ટાર ખેલાડી છે જેમાં મુનરો, રબાડાનો સમાવેશ થાય છે. આ મેચનું પ્રસારણ રાત્રે ૮ વાગ્યાથી કરવામાં આવશે. આવતીકાલે શનિવાર હોવાથી બે મેચો રમાનાર છે. બંને ટીમો પૈકીની પહેલી મેચ સાંજે ચાર વાગે રમાશે. દિલ્હીમાં ક્રિકેટ ખેલાડીઓની સુરક્ષા માટે પણ તમામ પગલા લેવાયા છે. મેદાન માટે પણ કેટલાક નિયમો લાગૂ કરાયા છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા

દિલ્હી કેપિટલ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, ઋષભ પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

Previous articleસુશાંત અને જેકલીન હાલમાં ડ્રાઇવના શુટિંગમાં વ્યસ્ત છે
Next articleએશિયાઈ એરગન ચેમ્પિયનશિપમાં મનુ ભાકરે ભારતને ગોલ્ડ અપાવ્યો