પ્રોહિબિશનના ગુનામાં ચિત્રાના ભાણુભા પાસા હેઠળ સુરતની લોજપોર જેલ હવાલે

969

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અગાઉ દાખલ થયેલ ઈંગ્લીશ તેમજ દેશી દારુ માં પકડાયેલ ઈસમ સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા ઉ.વ. ૩૨ મીલ્ટ્રીસોસાયટીની બાજુમા સોમનાથનગર પ્લોટ નં. ૭૮ ભાવનગર વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત કલેકટરતરફ થી મંજુર થતા આજરોજ બોરતળાવ પો.સ્ટે.ના પો.ઈન્સ કે.એમ. રાવલ તથા ડી.બી.ભંડારી, એચ.જે. મકવાણા,   નિલેશભાઈ ભટ્ટ, ડી.સ્ટાફના  ડી.કે.ચૌહાણ, જી.એ.કોઠારીયા,  હિરેનભાઈ મહેતા,  ભીખુભાઈ બુકેરા, સેજાદભાઈ સૈયદ,  નિલમબેન વિરડીયા એ રીતે પોલીસ સ્ટાફ ના માણસોની ટીમ બનાવી ઉપરોકત આરોપીને શોધી કાઢી પાસા અટકાયત માં લઇ મધ્યસ્થજેલ લાજપોર  સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે

Previous articleસિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઈ.ના સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ થયો
Next articleઆખલોલ જકાતનાકા પાસેથી જુગાર રમતા બે શખ્સો ઝબ્બે