મહિલા PSI સલમાબેનનું મુસ્લિમ સમાજ દ્વારા સન્માન

1411

ગુજરાત કચ્છના સુમરીયુ દાદીયુંમાં સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા મહીલા પીએસઆઈ સલમાબેન સુમરાની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યાં  હતાં

ભાવનગરમાં મહીલા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા સલમાબેન.આઈ .સુમરાની નિષ્ઠા અને ઈમાનદારી તેમજ નિડર બની પીએસઆઈ તરીકે સેવા આપી સમગ્ર ગુજરાતમાં  મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારી નામ રોશન કર્યુ છે હાલ ભાવનગર ખાતે ફરજ પર રહેલા સલમાબેન સમાજ માટે પ્રેરણાસ્ત્રોત અને પર્થદર્શક બની એક નિષ્ઠાવાન ફરજયુક્ત મહીલા પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ પર રહી લોકોના દિલ જીતી અનેરૂ સ્થાન બનાવી જાણીતા બન્યા છે પોતે ટુંક જ સમયમાં કર્મનિષ્ઠા અને કાર્યશૈલીથી સારી એવી નામના મેળવી છે તેમની કારકિર્દીમાં લોકો સાથે પોલીસ પ્રજાની મિત્ર બની સર્વહિતકારી કામગીરીને સમગ્ર ગુજરાતે ગૌરવપ્રદ નોંધ લીધી છે જેથી કચ્છના અબડાસા રામપરના સુમરા હાજી અલાના ભુંગર અધ્યક્ષ સુમરીયુ દાદીયુમાં સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા પોતે સુમરા સમાજ તેમજ મુસ્લિમ સમાજનુ નામ રોશન કરવા બદલ તેમને તહેદિલથી સન્માનિત કરી સન્માનપત્ર આપી મુસ્લિમ સમાજે અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleરાજુલા-જાફરાબાદના આગેવાનો અમીત શાહના ફોર્મ ભરવા ગાંધીનગર પહોંચ્યા
Next articleરાજુલાના રામપરા ગામે એનએસએસ કેમ્પનું આયોજન