ધંધુકા પોલીસ સ્ટેશનનો દુષ્કર્મના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી ને પકડી પાડતી બોરતળાવ પોલીસ ટીમ

2262

મ્‍હે. નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સા. ભાવનગર વિભાગ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ  ના.પો.અધિ. શ્રી એમ.એચ.ઠાકર સાહેબ ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્‍સ. શ્રી કે.એમ.રાવલ સા.માર્ગદર્શન હેઠળ બોરતળાવ પો.સ્ટેનાં ઇન્વે મદદના માણસો હેડ કોન્‍સ. બી.સી.ગઢવી, ડી.કે.ચૌહાણ, હીરેનભાઇ સોલકી તથા પો.કો કરણસિંહ માલુભા, ધર્મદીપસિંહ જાડેજા, હીરેનભાઇ મહેતા, અતુલભાઇ કનુભાઇ, કુલદીપસિંહ કનકસિંહ એ રીતેના પો.સ્‍ટે. વિસ્‍તારમાં હાલમા COVID-2019 વૈશ્વિક મહામારી હોય જે સદર્ભે પો.સ્ટે વિસ્તારમાં  જુદી જુદી ટીમો બનાવી ૧૪-એપ્રીલ ૨૦૨૦ સુધી ભારત દેશ અને ગુજરાત રાજયમા લોક ડાઉન સરકાર શ્રી તરફથી જાહેર કરેલ હોય જે સદર્ભે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે ધંધુકા પો.સ્ટે ફ.ગુ.ર.નં :- ૫૪/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૬૮ તેમજ પોસ્કો કલમ ૩.૪.૫ (એલ) ૧૬.૧૭ મુજબના ના કામનો નાસતો ફરતો આરોપી બોરતળાવ મીલી પાન સેન્ટર બોરતળાવ જવાના રસ્તે જઇ રહ્યો હોય જે હકીકત આધારે ત્યા પહોચતા બાતમી વર્ણનવાળો  ઇસમ જતો હોય જેને રોકી નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ ભરતભાઇ ઉર્ફે ભુરો લક્ષ્મણભાઇ ગલાણી જાતે ભરવાડ ઉ.વ.૨૩ રહે.બોરતળાવ શીવનગર રાજાના મહેલ પાછળ, ભાવનગરવાળા હોવાનુ જણાવેલ જેમને સદરહુ ગુન્હામાં પકડવાનો બાકી હોય જેથી બે પચોને બોલાવી સી.આર.પી.સી ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ધધુકા પો.સ્ટે જાણ કરવામા આવેલ છે