કોરોના અંગે જન જાગૃતિ ફેલાવતા માધ્યમો :- સેવા યજ્ઞ ના આચાર્યો છે.

2129

આજે એવા લોકો ને સ્મરવા જેમની સેવા આ વાયરસ સામે લોકો માં જન જાગૃતિ લાવાની છે. પત્રકાર એટલે અત્યાર ના સમય માં લોકો ની વચ્ચે રહે અને એટલીજ માત્રા માં સરકાર ની સૂચના ના અમલ માટે સંપૂર્ણ પારિવારિક સભ્ય બની ને સમજાવાની શ્રેષ્ઠ પદ્ધતિ દ્વવારા લોકો કેવી રીતે ઘર માં જ રહે તેના માટે અવિરત સંજીવની કાર્ય કરી રહ્યા છે. જયારે ટીવી જોઈએ ત્યારે તેવો મોટા શહેરો ની સોસાયટી માં અપનાવેલ લોક ડાઉન ના શ્રેષ્ઠ અભિગમ ને લોકો સુધી પ્રસ્તુત કરતી વખતે એક જીવન દાતા ની ભૂમિકા માં અનુભવી શકાય છે. ગ્રામ્ય વિસ્તાર ના પત્રકારો તો ખરેખર જન જાગૃતિ માટે કદાચ તેવો પોતે સ્વતંત્રતા હોવા છતાં નિયમ માં રહી યોગ્ય માધ્યમો વડે લોકો સુધી પહોંચી રહ્યા છે. મને યાદ છે કે આવા સમયે જો પત્રકારો સમજાવાનું ના રાખે તો કદાચ અફવા પર કાબુ ના આવે પણ તમામ ન્યૂઝ ચેનલ, ન્યૂઝ પેપર, સામયિકો, તથા તમામ સોશ્યિલ મીડિયા માં ચાલતી ન્યૂઝ ચેનલ કે પેપર એક જ વાત સમજાવે છે કે લોક ડાઉન માં ઘર માં જ રહો આ કાર્ય અથવા સૂચના નું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. આજની નવરાત્રી વંદના નું અનુષ્ઠાન ચોક્કસ પણે તમામ પત્રકારો, ન્યૂઝ એડિટર, ન્યૂઝ પેપર વહેંચવા જતા વ્યક્તિ કે તમામ આ ક્ષેત્ર સાથે જોડાયેલ આવી વ્યક્તિઓ માટે આપણે અનુભવવું જોઈએ. આપણી સમાચાર ની શુદ્ધ ટેવ ને સંપૂર્ણ નિષ્ઠા થી તેવો પૂર્ણ કરે છે. આજે આવા સેવા યજ્ઞ ના આચાર્યો ને મારાં શત શત વંદન
(લેખક :-નિકુંજ કુમાર હરેશભાઇ પંડિત )

Previous articleભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ
Next articleધંધુકા પોલીસ સ્ટેશનનો દુષ્કર્મના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી ને પકડી પાડતી બોરતળાવ પોલીસ ટીમ