નરેન્દ્ર મોદી પીએમ પદ માટે દેશના લોકોની પહેલી પસંદ

628

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. દેશના મોટા ભાગના લોકોની પહેલી પસંદ હજુ પણ નરેન્દ્ર મોદી બનેલા છે. ગૃહિણિઓની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લોકપ્રિયતા પણ ઓછી નથી પરંતુ રાહુલ હજુ પણ મોદી કરતા ખુબ પાછળ દેખાય છે. સમાજના દરેક વર્ગના લોકોમાં મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. ગૃહિણિઓમાં રાહુલની લોકપ્રિયતા મોદી કરતા ઓછી છે પરંતુ અંતર અન્ય વર્ગ કરતા ઓછા રહેવાના કારણે આ મામે કોંગ્રેસના લોકો થોડીક રાહત લઇ શકે છે. હાલમાં જ સીવોટર આઇએએનએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૬૩.૬ ટકા બેરોજગાર યુવાનો પણ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે. દેશના આગામી વડાપ્રધાન તરીકે મોદીને જોવા માટે ઉત્સુક છે. આ ર્ગમાં માત્ર ૨૬ ટકા લોકો રાહુલ ગાંધીને તેમની પહેલી પસંદ તરીકે જુએ છે. બીજી બાજુ ૪૩.૩ ટકા સ્થાનિક મહિલાઓ માને છે કે મોદી દેશના વડાપ્રધાન તરીકે રહેવા જોઇએ. જ્યારે ૩૭ ટકા કરતા વધારે મહિલા રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે. ગૃહિણિઓમાં રાહુલની લોકપ્રિયતા પણ ઓછી નથી. મોદીની લોકપ્રયિતા ગૃહિણિઓમાં અન્ય વર્ગ કરતા  ઓછી છે. સરકારી કર્મચારીઓમાં મોદીની લોકપ્રિયતા  વધારે છે. સરકારી કર્મચારીઓમાં ૬૧.૧ ટકા જેટલા સરકારી કર્મચારીઓ મોદી પર પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. સાથે સાથે તેમને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા માટેની ઇચ્છા રાખે છે. આવી જ રીતે રાહુલ ગાંધીને પસંદ કરનાર સરકારી કર્મચારીઓની ટકાવારી ૨૬ ટકાની આસપાસ છે. સ્થાનિક મહિલાઓ ઉપરાંત ભૂમિ વગરના શ્રમિક અને મજુરો પણ એવા છે જેમાં મોદીની લોકપ્રિયતા વધારે છે. આ વર્ગને રાહુલ ગાંધી પણ આકર્ષિત કરી રહ્યા છે પરંતુ મોદી સામે અહીં પણ રાહુલ દેખાતા નથી. ભૂમિ વગરના શ્રમિકની ગણતરી કરવામાં આવે તો ૩૫.૪ ટકા મતદારો રાહુલને જોવા માટે ઉત્સુક છે. જ્યારે મોદી અહીં પણ ૪૮.૨ ટકા લોકોની પહેલી પસંદ બનેલા છે. આશરે ૩૫ ટકા સામાન્ય મજુરો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે પરંતુ ૪૮.૯ ટકા આ ર્ગના લોકો પણ મોદીને વડાપ્રધાન તરીકે જોવા માટે ઇચ્છુક છે. દેશમાં ચૂંટણી માહોલ છે ત્યારે દરરોજ હવે નવા નવા તારણ સપાટી પર આવી રહ્યા છે. દરરોજ પ્રવાહ પણ બદલાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં રાહુલ પણ દાવેદાર તરીકે ઉભરી રહ્યા હોવાની વાત કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને રાહુલ સહિત તમામ રાજકીય પક્ષો હાલમાં ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. માહોલ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો જારી છે.

Previous articleસેંસેક્સ ૧૮૦ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો
Next articleકરણ સાથે ફિલ્મોની ઓફર મળી રહી છે : બિપાશા બાસુ