કોંગ્રેસનાં મનહર પટેલે ઉમેદવારી નોંધાવી

1323

ભાવનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર તરીકે આજે મનહરભાઇ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે જિલ્લા પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડે આગેવાનોની હાજરીમાં કલેકટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસનાં પૂર્વે જ કોંગ્રેસ દ્વારા ભાવનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર તરીકે બોટાદના મનહરભાઇ પટેલનાં નામની જાહેરાત કરાતા આજે ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે શહેરના શિવશક્તિ હોલ ખાતે કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી હતી.

મનહરભાઇ પટેલનાં સમર્થનમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં પ્રવિણભાઇ રાઠોડ ઉપરાંત ધારાસભ્યો પ્રવિણભાઇ મારૂ, કનુભાઇ બારૈયા તેમજ મેહુરભાઇ લવતુકા, નાનુભાઇ વાઘાણી, જીતુભાઇ ઉપાધ્યાય, અનિરૂદ્ધસિંહ રંગોલી, શહેર પ્રમુખ રાજેશ જોશી, જયદિપસિંહ ગોહિલ, પૂર્વ મેયર રમણીકભાઇ પંડ્યા તેમજ શહેર-જિલ્લાનાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને હવે ચૂંટણીને માત્ર ગણતરીનાં દિવસો બાકી રહ્યા હોય દરેક આગેવાનો અને કાર્યકરોએ કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. શિવશક્તિ હોલ ખાતે યોજાયેલી સભા બાદ વિશાળ રેલી સ્વરૂપે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. જ્યારે જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડે કોંગ્રેસમાંથી ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleકરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી