વરૂણ ધવનની ગર્લફ્રેન્ડને મહિલા ફેને આપી જાનથી મારી નાંખવાની ધમકી

1187

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્કઃ એક્ટર વરૂણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને જીવથી મારી નાખવાની ધમકી મળી છે.

વરૂણ ધવને પોલીસમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એક મહિલા છેલ્લા ઘણાં સમયથી નતાશા દલાલનો પીછો કરી રહી હતી.

મીડિયા રિપોર્ટ અનુસર વરૂણ ધવનની સિક્યોરિટી ટીમે જાણકારી આપી એક મહિલા ફેન તેનો લાંબા સમયથી ઇન્તેઝાર કરી રહી હતી. સિક્યોરિટી ટીમ મુજબ એવું ઘણી વખત બને છે ફેન્સને લાંબા સમય ઇન્તેઝાર કર્યો. અને વરૂણ ધવનની સિક્યોરિટી ટીમ સાથે બબાલ પણ કરી. અને ત્યાંથી જવાનો ઇન્કાર પણ કર્યો. તે મહિલાએ એટલે લાંબા સમય સુધી ઇન્તેઝાર કરવો પડ્યો કારણ કે ધવન આખો દિવસ કામ કરી રહ્યો હતો અને બાદમાં તે આરામ કરવા ઇચ્છતો હતો.

ફેને પહેલાં પોતાને ઇજા પહોંચાડવાની ધમકી આપી અને જ્યારે સિક્યોરિટીએ તેને ધવનથી મળવા ન દીધી તો તે આક્રમક થઇ ગઇ. સિક્યોરિટીએ વરૂણને તે અંગે જણાવ્યું તો વરૂણે આ મામલો ગંભીરતાથી લીધો. ફેને વરૂણની પ્રેમીકા નતાશા દલાલને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.