ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

758

ઘરવેરા ટેક્ષ વસુલાતમાં સાત કરોડ ઉપરાંતની આવક મળી

ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા છ દિવસમાં ઘરવેરા ટેક્ષ વસુલાત ઝુંબેશમાં સાડા સાત કરોડ જેવી આવક થવા જાય છે. વેરા વસુલાત ઝુંબેશને તંત્ર દ્વારા સઘન બનાવાય રહી છે. લોકો આવો ટેક્ષ ભરવા સેવાસદન ખાતે આવી રહ્યા છે. ભીડ પણ ઠીક ઠીક જોવા મળે છે.

૨૦૧૯ના અંત સુધીમાં ૫ કાર્યપાલ ઇ.નિવૃત્ત થશે

ભાવનગર મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગોમાંથી ૨૦૧૯ના અંત સુધીમાં પાંચેક જેટલા કાર્યપાલક ઇજનેરો નિવૃત્ત વયને કારણે નિવૃત્ત થશે. મહાનગર સેવાસદનના જુદા જુદા વિભાગોમાંથી નિવૃત્તિ લેનારાઓમાં કાર્યપાલક ઇજનેર દુષ્યંતભાઇ પંડ્યા, ચેતનભાઇ વ્યાસ, વિક્રમસિંહ ગોહિલ, રાજેન્દ્ર શુક્લ, રાઠોડનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓને નિવૃત્તિ અંગે તંત્રમાં નિયમસરની કાર્યવાહીનો પ્રારંભ થઇ રહ્યા છે. કાર્યપાલક ઇજનેરોમાં ઉપર પ્રમાણે અધિકારીઓ નિવૃત્ત થયા પછી વિજય પંડિત, ગોધવાણી અને કુકડીયા નોકરીમાં ચાલુ રહેશે. કારણ કે તેમની નોકરીની વયમર્યાદાઓ પૂરી થવાને હજી સમય છે. આમ, હવે ધીમે ધીમે મહાનગરપાલિકા સેવાસદનમાં જૂના અધિકારીગણ નિવૃત્તિ લેશે. નિવૃત્તિવયમાં ૨૦૧૯માં ઘણા બધા સફાઇ કામદારો પણ નિવૃત્ત થશે. તેમની નિવૃત્તિના ફાઇલ કાગળો પણ ચાલી રહ્યાનું જાણવા મળેલ છે.

ભીલવાડા સર્કલ ફરતી ફૂટપાથ જૂના પથ્થરો વપરાશે : ચર્ચા

ભીલવાડા ખાતે તૈયાર થઇ રહેલા સર્કલ ગાર્ડન ફરતી પથ્થરોની ફૂટપાથ પણ નાખવામાં આવી રહી છે. સર્કલ ફરતી આ ફૂટપાથમાં જૂના પથ્થરોનો ઢગલો જોતા આ પથ્થરો જૂના અન્ય સ્થળેથી ખોદીને આ સ્થળે ફીટ કરવાની પ્રક્રિયા થાય તેમ લાગતા આ મુદ્દે કેટલાક નગરસેવકોમાં ચર્ચા ઉભી કરી છે.

પેવીંગ બ્લોકો કાઢીને નવા પેવીંગ બ્લોકો નખાશે… બોલો

ભાવનગર સરપટ્ટણી રોડથી ભીલવાડા સર્કલ સુધીના રસ્તાની બંને બાજુની ફૂટપાથો પર નંખાયેલા પેવીંગ બ્લોકો કઢાય રહ્યા છે. આ બ્લોકના ઢગલાઓ આડેધડ પડ્યા છે. આ બ્લોક નંખાયાને થોડો જ સમય થયાની વાતો લોકો કરે છે. આ પેવીંગ બ્લોક પછી નવા પેવીંગ બ્લોકો ફીટ થશે. જે પેવીંગ બ્લોકોના કલર અલગ હોવાની ચર્ચા સાંભળવા મળે છે.

Previous articleસંતોષભાઈ કામદાર પરિવારના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરાયું
Next articleનિષ્ઠા-નિયમથી સત્સંગનું સાચું સુખ પ્રાપ્ત થાય – પૂ.મહંતસ્વામી