મહુવાના નૈપ ગામેથી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝબ્બે

1833

મહુવા પાલેસ આજે પૂર્વ બાતમીના આધારે આજે નૈપ ગામે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ગંજીપાના તથા રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

બનાવ અંગે પો.સ્ટે.થી જાણવા મળતી વિગતો મુજબ મહુવા પો.સ્ટે.ના મનસુખભાઇ તથા અશ્વિનભાઇને નૈપ ગામે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા તુરત જ પંચોને સાથે રાખીને નૈપ ગામનાં ખાણ વિસ્તારમાં નેરામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બચુભાઇ અરજણભાઇ બારૈયા (ઉ.વ.૫૦), ભગવાનભાઇ શીબાભાઇ બારૈયા (ઉ.વ.૬૫), વિજયભાઇ રવજીભાઇ ભીલ (ઉ.વ.૨૦), પ્રેમજીભાઇ ભાણાભાઇ બારૈયા (ઉ.વ.૫૫), કાબાભાઇ જોધાભાઇ બાંભણીયા (ઉ.વ.૨૨), લવજીભાઇ રવજીભાઇ ભીલ (ઉ.વ.૨૭) તથા રહીમભાઇ અલારખભાઇ શેખ (ઉ.વ.૩૮) સહિત ૭ શખ્સોને પટમાંથી રૂા.૧૦,૦૬૦ તથા ગંજીપાના સહિત જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી લોકઅપ હવાલે કર્યા હતા.

Previous articleધો.૧૦ના પરિણામ પૂર્વે ખાનગી શાળાઓ દ્વારા ૧૧ માં અપાતા પ્રવેશ અંગે રજૂઆત
Next articleચિત્રા પેટ્રોલપંપ નજીક ગેસની લાઇન લીક થતા લાગેલી આગ