ભાવ. યુનિ. દ્વારા એફ વાય વાર્ષિક પધ્ધતિની પરીક્ષાઓનું આયોજન કરવા થયેલી રજૂઆત

608

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા એફ.વાય વાર્ષિક પદ્ધતિની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ ન હોય યુનિવર્સીટી કાર્યાલય ખાતે વિધાર્થીઓને સાથે રાખી ને એ.બી.વી.પી તથા કોર્ટ સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ભાવનગર યુનિ. એક જ યુનિવર્સીટી છે જેમાં છેલ્લા સાત વર્ષમાં અલગ અલગ ઘણી પદ્ધતિથી પરીક્ષાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ સેમેસ્ટર પછી વાર્ષિક પદ્ધતિ ત્યારબાદ ફરી સી.બી.સી.એસ સેમેસ્ટર પદ્ધતિ આ રીતે આ છેલ્લા સાત વર્ષમાં ૩ અલગ અલગ પદ્ધતિની પરીક્ષાઓનું આયોજન કરનારી ગુજરાતની પહેલી યુનિવર્સીટી હશે.

યુનિવર્સીટી દ્વારા અભ્યાસક્રમ બદલાવતા વિધાર્થીઓને સૌથી વધુ મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે કારણકે યુનિવર્સીટીના નિયમ મુજબ કોઈપણ અભ્યાસક્રમ શરૂ હોય તો વિધાર્થી તેમાં પાસ થવા માટે જોઈતા પ્રયત્નો મેળવી શકે છે પરતું યુનિવર્સીટીની ખુબ જ રહેમ રાહના પરિણામે અભ્યાસક્રમ બદલાતાની સાથે વિધાર્થી ચોક્કસ પરીક્ષાના પ્રયત્નો પણ તેને મળવા પાત્ર રહેતા નથી. ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલ વાર્ષિક પદ્ધતિમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કે જેમની ટી.વાય તેમજ એસ.વાયની પરીક્ષાઓ લેવાય ચુકી છે પરતું એફ.વાયમાં એ.ટી કે.ટી માટેની પરીક્ષાનું કોઈપણ પ્રકારનું આયોજન યુનિવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી ત્યારે વિશાળ વિધાર્થી હિતને ધ્યાનમાં રાખીને બધીજ ફેકલ્ટીની એફ.વાયની પરીક્ષાનું આયોજન કરવા એ.બી.વી.પી તથા કોર્ટસભ્ય તથા વિધાર્થીઓને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગ રૂપે કુલપતિ દ્વારા એફ.વાય ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તે માટે ના પરીક્ષાફોર્મ એ યુનિવર્સીટી દ્વારા ૨ દિવસમાં જાહેર કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી.

 

Previous articleરાજુલામાં વિહીપ દ્વારા સૌપ્રથમવાર રામનવમીની શોભાયાત્રાનું આયોજન
Next articleધો.૧૦ના પરિણામ પૂર્વે ખાનગી શાળાઓ દ્વારા ૧૧ માં અપાતા પ્રવેશ અંગે રજૂઆત