સિહોરના અગિયાળી ગામે યુવતીને મરવા મજબૂર કરનાર આરોપીને 3 વર્ષની સજા અને 7 લાખનો દંડ ફટકારતી કોર્ટ

80
ફાઈલ તસ્વીર

ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી
અઢી વર્ષ પૂર્વે સિહોર તાલુકાના અગિયાળી ગામે યુવતિ સાથે એક તરફી અને ધરાર પ્રેમ કરી જો સબંધ ના રાખે તો યુવતિના પરિવારને મારી નાખવાની ધમકી આપતા અને યુવતિને મરવા મજબૂર કરતા પરણિત શખ્સ અને તેની પત્ની સામે આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ અત્રેની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપીને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી બાબુ ભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રા ઉ.વ.27 રહે.અગિયાળી, તા.સિહોર નામના શખ્સ આ કામના ફરીયાદીની દિકરી મનિષાને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા અવાર નવાર ધમકી આપતો હોય અને સબંધ ન રાખે તો યુવતિના પરીવારને જાનથી મારી નાખવાની તેમજ મનિષાની જયા સગાઈ થયેલ ત્યા, બદનામ કરી, તોડાવી નાખવાની ધમકીઓના ડરને કારણે મનિષાની ઈચ્છા ન હોવા છતા ડરને લીધે આરોપી બાબુભાઈ સાથે સબંધ રાખવા મજબુર હતી તેમજ મુખ્ય આરોપીની પત્ની વિમળાબેન બાબુભાઈએ મનિષાને તેના ઘરેથી બહાર લઈ જઈ અને મારા પતિને કંઈ પણ થાય તો તારા મા બાપને મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જેથી બંને આરોપીઓના અવાર નવાર આવા ત્રાસને લીધે મનિષાએ કંટાળી જઈ ગઈ તા.27/1/19 ના રોજ મનીષાએ પોતાના ઘરે જાતે ઝેરી દવા પી જતા મરણ ગયેલ. ઉપરોકત બનાવ અંગે જે તે સમયે મરણ જનારના પિતા મહેન્દ્રભાઈ દામજીભાઈ ડાભી રહે, અગિયાળીએ સિહોર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ બાબભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રા , વિમળાબેન બાબુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રાની સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ 304, 506 (2), 114 મુજબનો ગુન્હો નોંધ્યો હતો.આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની તથા વિથ પ્રોસિક્યુશન ધારાશાસ્ત્રી બાબુલભાઈ વાળાની અસર કારક દલીલો , આધાર – પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી બાબુભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ મયાત્રાની સામે ઈ.પી.કો. કલમ 306, 506 (2) મુજબનો ગુન્હા સબબ આરોપીને 3 વર્ષની સજા અને 25 હજાર દંડ તથા 6 લાખ 75 ગુજરનારના પરિવારને ચૂકવવાનો હુકમ કરેલ છે.