કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના સિહોર ખાતે પત્રિકા વિતરણ કરી ભારત બંધને સમર્થન અપાયુ

66

ત્રણ કૃષિ કાયદાના ગેરફાયદા સમજવાની પત્રિકાનું વિતરણ કરાયુ
સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા સિહોર ખાતે ભારત બંધને સમર્થન આપવા માટે તેમજ શા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ બાબતની સમજુતી આપવા માટે આજરોજ દુકાને દુકાને જઈ પત્રિકા વિતરણ કરી અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કિસાન ક્રાંતિ ટ્રસ્ટના સંયોજક ઘનશ્યામભાઈ મોરી તેમજ ટીમ દ્વારા શિહોર ખાતે તમામ વેપારીઓ અને આમ જનતાને ત્રણ કૃષિ કાયદાના ગેરફાયદા સમજાવવા માટે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટના સંયોજક ઘનશ્યામભાઈ મોરી તેમજ અનિલભાઈ ઉલવા શિહોર તાલુકાના પ્રમુખ લક્ષ્મણભાઈ રબારી, બુધાભાઈ બારૈયા અને ટીમ દ્વારા સિહોર પંથકમાં ત્રણ કૃષિ કાયદાના ગેરફાયદા સમજવા માટેના પત્રિકાનું રેલી મારફત વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત બંધના એલાનને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.