“પોલીસ એ પ્રજા નો મિત્ર છે એ ઉક્તિ ને સાર્થક કરતો એક કિસ્સો”

67

ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ એન.વેગડ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનુભાઈ આર.ભમ્મર તથા હોમગાર્ડ જવાન વી.ડી.પરમાર નાઓ આજરોજ તારીખ:૨૭/૦૯/૨૦૨૦૧ ના રોજ ભારતબંધ એલાન અનુસંધાને ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા દરમ્યાન દુઃખી શ્યામ સર્કલ થી હિલપાર્ક સીદસર રોડ ખાતે પેટ્રોલિંગ દરમ્યાન જાહેર રોડ પરથી એક ઓપો કંપની નો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળેલ જે મોબાઈલ ના માલિક ની તપાસ કરી તેના માલીક “પ્રફુલભાઈ કાળુભાઇ હરસોરા રહે-હિલપાર્ક ,શિયા રેસીડનસી ભાવનગર વાળા ને ખરાઈ કરી તેઓને પરત સોંપેલ છે.