ભાવનગર સહિત વિવિધ જિલ્લાનાં ચોરી, લૂંટના ગુન્હાનાં ફરાર આરોપીને એલસીબીએ ઝડપ્યો

782

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર શહેશમાં પેટ્રોલીંગમાં હતી. તે  દરમ્યાન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝખાન પઠાણને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર શહેર વલ્લભીપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં  નાસ્તો ફરતો આરોપી મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ  વાઘેલા/દેવી પુજક ઉવ.૧૯ રહે. મુળ ગામ ગરીપરા તા.ઘોઘા  હાલ-અલંગ યાર્ડ પ્લોટ નં-૬ ની સામે વાળો રીલાયન્સ પેટ્રોલ પંપ  સામે આવેલ જવાહર મેદાનમાં ઉભો છે. જે હકિકત આઘારે સદરહું જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પુછપરછ કરતા મજકુર વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાગુન્હામાં નાસ્તો ફરતો છે. તેમ પુછપરછમાં જણાવતા સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાયર્વાહી કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા તેણે ભાવનગર, રાજકોટ, ગોંડલ, બોટાદ, ગારીયાધાર, સિહોર મળી કુલ – ૧૦ ઘરફોડ ચોરી તથા ૧ લુંટના  ગુન્હા કરેલ ની કબુલાત આપતા  આ ગુન્હાઓમાં  નાસ્તો ફરતો હોવાનું જણાવતા મજકુરને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આગળની કાયર્વાહી કરવા સોપી આપેલ છે.

Previous articleવલ્લભીપુરનાં શખ્સને જામગરી બંધુક સાથે ઝડપી લેતી એસઓજી
Next articleવિધવા સહાયનાં ફોર્મ મેળવવા પડા પડી