ગુજરાત રાજ્ય રેશનશોપ ડીલર એસો.ના પ્રમુખ પદે ભાવેણાંના મહિપતસિંહ ચૂંટાયા

1057

ગુજરાત રાજ્ય રેશનશોપ ડીલર્સ એસોસીએશનની મળેલી બેઠકમાં આજે ભાવનગર રેશનશોપ ડીલર્સ એસો.ના પ્રમુખ મહીપતસિંહ ગોહિલની રાજ્યનાં પ્રમુખ પદે બિનહરીફ વરણી કરાતા ભાવનગરના વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

ગુજરાત રેશનશોપ ડીલર્સ એસો.ના પ્રમુખપદે પ્રહલાદભાઇ મોદીની નિમણુંક કરાયેલ જેનો વિરોધ થતા વાડીભાઇ પટેલની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. ત્યારબપાદ કાયમી પ્રમુખની ચૂંટણી કરવા માટે આજે બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યના ૩૩ જિલ્લાનાં પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પ્રમુખપદ માટે ભૂજનાં માનુભા જાડેજાએ જૂનાગઢનાં રાજુભાઇ નંદવાણીનાં ટેકા સાથે ભાવનગરનાં મહિપતસિંહ ગોહિલનાં નામની દરખાસ્ત કરાતા અન્ય કોઇ ઉમેદવાર ન હોય ભાવનગરના મહિપતસિંહ ગોહિલ ગુજરાત રેશનશોપ ડીલર્સ એસો.નાં પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે મહામંત્રી પદે પણ ભાવનગરનાં રાજભા જાડેજા ચૂંટાયા હતા. ચૂંટાયેલા હોદ્દેદારોને રાજ્યભરનાં ડીલરોએ શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રીયામાં ચૂંટણી અધિકારી તરીકે ભાવનગરનાં પ્રકાશભાઇ બોસમીયાએ સેવા આપી હતી. પ્રમુખપદે વરણી થયા બાદ ભાવનગર પહોંચતા મહિપતસિંહ ગોહિલનું ભાવનગરના રેશનશોપ ધારકો તથા વેપારીઓએ નારી ચોકડી ખાતેથી ખુલ્લીજીપમાં બેસાડી ડીજે સાથે વિશાળા રેલી કાઢી. સ્વાગત કરી તેમના નિવાસસ્થાને સરીતા સોસાયટી સુધી પહોંચ્યા હતા.

Previous articleસરદારનગરનો સંદીપ ચોરી કરેલા એકટીવા સાથે ઝડપાયો
Next articleઘરવેરા ભરવા આસામીઓનો ઘસારો