પોલીસ લાઇન પાસેના રહેણાંકી મકાનમાંથી ઇગ્લીંશ દારૂ પકડાયો

992

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં મફતનગર, ભગવતી ચોક, ગણેશનગર પોલીસ લાઇન પાસે આવેલ રહેણાંકી મકાનમાંથી ગેરકાયદે ભારતીય બનાવટની દારૂનો સંગ્રહ-વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ હોય જેથી ત્યાં રેઇડ કરતાં રહેણાંકી મકાનના રૂમમાંથી એક કોફી કલરનો કાપડનો થેલો મળી આવેલ જે ખોલી ચેક કરતા થેલામાંથી ઇન્ડીયન ગોલ્ડ વોડકાની પ્લાસ્ટીકની બોટલ -૧ લીટરની મહારાષ્ટ્રની કંપની સીલપેક બોટલ નંગ-૬ જેની કિંમત રૂા.૩૦૬૦ નો મુદ્દામાલ  કબ્જે કરેલ. આમ અજીતભાઇ ચીમનભાઇ ચૌહાણના રહેણાંકી મકાનમાંથી આ વિદેશીદારૂની બોટલ નં.૬ જેની કિંમત રૂા.૩૦૬૦ ગેરકાયદેસર ઇગ્લીંશ દારૂનો જથ્થો સંગ્રહ – વેચાણ કરવાના ઇરાદે રાખવાથી બોરતળાવ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.

Previous articleઉમરાળાની ટીંબી હોસ્પિટલની મુલાકાતે સ્વામી નિર્દોષાનંદ
Next articleવારાહી સોસાયટીમાં સળગેલી હાલતે મહિલાની લાશ મળી આવતા ચકચાર