ભાજપના ભારતીબેનના ભાવ.પશ્ચિમના કાર્યાલયનો ભૂપેન્દ્રસિંહની હાજરીમાં પ્રારંભ

628

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળના કાળીયાબીડ વોર્ડના કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ આજે ભાવનગરના પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શહેર પ્રમુખ સનતભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળના સમર્થનમાં વિવિધ સભાઓ તેમજ મીટીેંગોનું આયોજન થઇ રહ્યું છે જેના ભાગરૂપે આજે સાંજે પશ્ચિમ વિભાગના ચૂંટણી કાર્યાલયનું કાળીયાબીડ ખાતે ભગવતી સર્કલમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળને મત આપી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા અને ભાજપના પાંચ વર્ષના શાસન દરમ્યાન મેળવેલી સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મેયર મનભા મોરી, શહેર મહામંત્રી મહેશભાઇ રાવળ, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી સહિત આગેવાનો તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાત્રીના વડવા-અ વોર્ડના કાર્યાલયનું પણ જ્વેલસર્કલ રોડ પર યુનિવર્સિટી ગેઇટ સામે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા આજે ભાવનગર શહેરમાં ભવ્ય રોડ-શો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો તથા નગરસેવકો, કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. રોડ-શોમાં ઠેર ઠેર જીતુભાઇ વાઘાણીનું સ્વાગત કરાયું હતું.

રાજનાથસિંહ આજે ભાવનગર ખાતે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંમેલન

ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં આવતીકાલે તા.૧૨ના રોજ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી રાજનાથસિંહ ભાવનગર આવી રહ્યા છે અને બપોરે ૩ કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે ભાવનગરના પ્રબુદ્ધ – ગણમાન્ય નાગરિકો સાથે સંમેલન કરશે. આ કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવે, પ્રભારી મહેશભાઇ કસવાલા, મેયર મનભા મોરી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર પ્રમુખ સનતભાઇ મોદી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.

Previous articleકોંગ્રેસના મનહરભાઇ પટેલે તળાજા પંથકના ગામડાઓમાં સભાઓ યોજી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે