સાળંગપુર મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાશે

987

તા.૧૯-૪-૧૯ના રોજ હનુમાન જયંતિ હોય જે અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જ્યારે હનુમાનજી મંદરમાં સૌ પ્રથમવાર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે. આ પ્રસંગે તા.૧૮-૪-૧૯ ને ગુરૂવારે રાત્રે ૯ વાગે લોક ડાયરો રાખવામાં આવ્યો છે. જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને હાસ્યકલાકાર દિગુભા ચુડાસમા તથા સાથી કલાકારો દ્વારા લોકડાયરાની રમજટ બોલાવશે. જ્યારે હનુમાન જયંતીના દિવસે કષ્ટભંજન હનુમાનજીદાદાને સવારે ૫-૧૫ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી, સમૂહ યજ્ઞનો પ્રારંભ, ૯-૩૦ કલાકે અભિષેક દર્શન, બપોરે ૧૧-૩૦ કલાકે અન્નકૂટ આરતી સહિત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. હનુમાન જયંતીની ઉજવણી અંગે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ પરંપરાગત હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પણ વિશેષ રીતે ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતીના દિવસે દેશ-વિદેશથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા આવનાર છે. સેવક સમુદાય દ્વારા હનુમાન જયંતીની ઉજવણીની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Previous articleમુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે જાફરાબાદમાં જાહેર સભા યોજાશે
Next articleપાલીતાણાના દુષ્કર્મી શિક્ષકને આકરી સજા કરવાની માંગણી